વેક્સિન ઈન, કોરોના ગો ઃ બનાસકાંઠામાં રસીકરણનો પ્રારંભવેક્સિન ઈન, કોરોના ગો ઃ બનાસકાંઠામાં રસીકરણનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 10:58:17
  • Views : 343
  • Modified Date : 2021-01-17 10:58:17

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારથી સમગ્ર દેશમાં કોવિડ રસીકરણનો રાષ્ટ્ર વ્યાપી શુભારંભ કરાવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી સાંસદ પરબતભાઈ પટેલે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પરબતભાઈ પટેલે  જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં છેલ્લા દશ મહિનાથી રાત-દિવસ લોકોની સેવામાં ખડેપગે રહેનાર ફ્રન્ટલાઇન કોરોના વોરીયર્સ એવા ર્ડાકટર, સ્ટાફ નર્સ અને સફાઇકર્મીઓને તંત્રની ગાઇડલાઇન પ્રમાણે કોરોનાની રસી આપવાનું આજથી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઇ ત્યારે અમેરીકા જેવા વિકસીત રાષ્ટ્રો  પણ તેની અસરમાંથી બચી શક્યા નહોતાં. જ્યારે  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ધદ્રષ્ટિના લીધે સમયસર જનતા કરફ્યુ અને લોકડાઉન જેવા ર્નિણયો લઇને કોરોનાને ફેલાતો અટકાવી શકાયો છે. તેઓએ જણાવ્યું હતું કે મુખ્યંમત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વહીવટીતંત્રએ નિયમોનું અસરકારક પાલન કરી કોરોના મૃત્યુદરને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.  જ્યારે
આપણા વૈજ્ઞાનિકોનું સંશોધન કોવિડ વેક્શિન આર્ત્મનિભર ભારત માટે ગૌરવની બાબત છે ત્યારે શંકા-કુશંકા રાખ્યા વગર અફવાઓથી દૂર રહી વેક્શિન લઇ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારીએ.

Download Our B K News Today App



Related News