બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રના મહિલા મેનેજર અને અધિકારી 45000ની લાંચ લેતા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-15 17:21:03
  • Views : 88
  • Modified Date : 2024-06-15 17:21:03

બનાસકાંઠામાં એસીબીએ છટકુ ગોઠવીને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી અને નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજરને લાંચ લેતા ઝડપી લીધા છે. વર્ગ-2 ના અધિકારી નરેશ વીરાભાઈ મેણાત અને કરાર આધારિત મેનેજર આશા પરેશભાઈ નાયકને ACBએ ઝડપી લીધા છે. એક મહિલાએ ACBને ફરિયાદ કરી હતી.ફરિયાદ મુજબ મહિલાના પતિને મહિલા અને બાળ વિકાસ વિભાગમાં બનાસકાંઠા જિલ્લામાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી પર મેળવવી હતી. આ માટે બંને આરોપી અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જે બંને કરાર આધારિત નોકરી પર મહિલાના પતિને લેવા માટે ત્રણ માસનો પગાર 45000 રુપિયાની લાંચના રુપમાં માંગણી કરી હતી. જેને લઈ છટકું ગોઠવતા બંને આરોપી અધિકારીઓ લાંચના નાણાં કચેરીમાં જ સ્વીકાર કરતા જ ઝડપાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News