બનાસકાંઠા જળબંબોળ: દિયોદરમાં 8 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, ડીસામાં બે મકાન ધરાશાયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 11:44:37
  • Views : 220
  • Modified Date : 2022-07-02 11:44:37

બનાસકાંઠા જળબંબોળ: દિયોદરમાં 8 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા, ડીસામાં બે મકાન ધરાશાયી 

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ પધરામણી કરતાં ખેડૂતોના ચહેરા ઉપર રોનક જોવા મળી રહી છે. ગઇકાલે રાત્રે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ આવ્યો હતો. જેને કારને સ્કૂલ કેમ્પસ, રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. આ સાથે ડીસામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ આવતા RTO ચાર રસ્તા પાસેની દુકાનમાં પાણી ભરાયાં છે. તો વળી સાબરકાંઠા જિલ્લામાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. 

બનાસકાંઠાના દિયોદર પંથકમાં મોડી રાતે ધોધમાર વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિયોદરમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ થયો છે. જેને કારણે સ્કૂલ કેમ્પસ, રોડ-રસ્તા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. સાથે જ દિયોદરના અમૂક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે. દિયોદર સાથે ડીસામાં પણ 5 ઈંચ વરસાદ થયો છે.

ડીસામાં 5 ઇંચ વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસ્યા, બે મકાન ધરાશાઈ 

ગઇકાલે રાત્રે ડીસામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ આવતા ખેડુતોમાં ખુશી જોવા મળી હતી. જોકે ભારે વરસાદને કારણે ડીસાના RTO ચાર રસ્તા પાસેની દુકાનમાં પાણી ભરાયાં છે. આ સાથે ડીસાના બેકારી કુવા વ્હોળા વિસ્તારમાં બે મકાન ધરાશાયી. ભારે વરસાદને કારણે બે કાચા પતરાવાળા મકાન ધરાશયી થયા હોવાનું સામે આવ્યું છે. જોકે સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહી થતાં લોકોએ રાહતની શ્વાસ લીધો હતો. ની છે. 

સાબરકાંઠાની સાબરમતી નદીમાં આવ્યા નવા નીર

ઉત્તર ગુજરાતમાં ગઈકાલે આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. આ તરફ સાબરકાંઠાની સાબરમતી નદીમાં નવા નીરનું આગમન થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જેને લઈ હવે ધરોઈ ડેમમાં પણ પાણીની નવી આવક થશે. 

 

Download Our B K News Today App



Related News