બનાસકાંઠા માટે મુશ્કેલી વધી રેડ ઝોનમાં મુકાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 10:43:59
  • Views : 5298
  • Modified Date : 2020-05-01 10:43:59

ભારત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં દરેક દરેક રાજ્ય અને જિલ્લાઓને રેડ , ઓરેંજ અને ગ્રીન એમ ત્રણ જોન જાહેર કરવામાં આવ્યા  છે જેમાં બનાસકાંઠાને રેડ જોનમાં સામેલ કરવામાં આવ્યો છે . બનાસકાંઠા જિલ્લાના ગઠામણ અને વાવના મીઠાવીચારણ આ બંને વિસ્તારોમાં આવશ્યક ચીજ વસ્તુ શિવાય બીજી તમામ સેવાઓ 20 મેં 2020 સુધી બંદ રહસે

જિલ્લામાં કંટેઇન્મેન્ટ એરિયા જાહેરનામું લંબાવામાં આવ્યું છે  જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ નવું જાહેરનામું   બહાર પાડ્યું છે . હોટસ્પોટ બનેલ ગઠામણ અને મિઠાવીચારણ બને ગામોને કંટેઇન્મેન્ટ એરિયા જાહેર કરેલા છે આ બન્ને વિસ્તારો પૂરતું નવીન જાહેરનમું અમલી આ બન્ને વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ સેવાઓ બન્ધ રહેશે . અસરગ્રસ્ત બન્ને ગામોમાં 20 મે 2020 સુધી સેવાઓ બંધ  રહશે. આ બન્ને ગામોમાં કોરોના દર્દી વધુ હોઈ ચેપ અટકાવવા માટે નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે  આ નવીન જાહેરનામું માત્ર કંટેઇન્મેન્ટ એરિયાના બે ગામો પૂરતું મર્યાદિત છે 

Download Our B K News Today App



Related News