બનાસકાંઠાઃ અમીરગઢમાં બાઇક સવાર પર હુમલો કરી મોત નિપજાવનાર હત્યારો ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-23 13:14:33
  • Views : 90
  • Modified Date : 2024-02-23 13:14:33

અમીરગઢ વિસ્તારમાં ગત સપ્તાહે એક યુવકની હત્યાની ઘટના બની હતી. બાઈક સવાર બે યુવકે આંખમાં જીવડું પડવાને લઈ રોડની સાઇડમાં ઉભા રહ્યા હતા. આ દરમિયાન ત્રણ શખ્શોએ તેમની પર હુમલો કર્યો હતો. રિક્ષામાં આવેલા ત્રણેય શખ્શોએ બોલચાલ કર્યા બાદ હુમલો કરીને બેરહેમ માર માર્યો હતો. જેમાં બાઈક સવાર યુવકનુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેની પોલીસે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસે હત્યારાઓનુ પગેરું શોધતા હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સુધી પહોંચી ધરપકડની કાર્યવાહી કરી હતી. જોકે 2 આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યુ હતુ.ધનપુરા નજીક એક બાઇક ચાલકને આંખમાં જીવડું પડવાને લઈ બાઇક રોડ સાઇડમાં ઉભુ કર્યુ હતુ. બાઇક પર સાયબા મુગળાભાઈ અંગારી અને ભાવેશ વજાભાઈ માણસા પસાર થઈ રહ્યા હતા. બંને અમીરગઢના ગાંજી ગામના રહેવાસી હતા અને રાત્રી દરમિયાન પોતાના ઘરે જઈ રહ્યા હતા. બાઇક ઉભુ રાખવા દરમિયાન એક રિક્ષામાં ત્રણ શખ્શો આવ્યા હતા અને તેઓએ બોલચાલ કરીને હુમલો કર્યો હતો.લાકડીઓ વડે બેરહેમ માર મારવાને લઈ બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાયબાભાઈ અને ભાવેશ બંનેને ઇજાઓ પહોંચી હતી અને જેમાં સાયબા અંગારી બેહોશ થઈને સ્થળ પર જ ઢળી પડ્યો હતો. જેને લઈ બૂમાબૂમ મચાવતા સ્થાનિક આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે આરોપીઓ બૂમાબૂમ થતા સ્થળ પરથી હુમલો કરીને ભાગી નિકળ્યા હતા.સારવાર દરમિયાન સાયબા અંગારીએ અંતિમ શ્વાસ લીધા હતા. અમીરગઢ પોલીસે હત્યાનો ગુનો ત્રણેક અજાણ્યા આરોપીઓ સામે નોંધીને તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે કડીઓ શોધતા રિક્ષા અને તેના ચાલક સુધી પહોંચી હતી. જેમાં ત્રણેય સામેલની ઓળખ પોલીસે કરી લીધી હતી. જેમાં 2 સગીર વયના હોવાનું સામે આવ્યુ હતુ. જ્યારે એક યુવકની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલ આરોપી યુવક મુકેશ માવાભાઈ સોલંકીએ બતાવ્યુ હતુ કે, રસ્તામાં બાઇકની ઓવરટેઇક કરવાને લઈ તકરાર થઈ હતી. જેમાં બોલ ચાલ થતા તે ત્રણેય જણાએ હુમલો કર્યો હતો. તેઓ આગળ જતા બાઇક ઉભુ રાખેલ જોવા મળતા તેઓએ તેમની પર હુમલો કર્યો હતો.

Download Our B K News Today App



Related News