બનાસકાંઠા: ડીસા માર્કેટયાર્ડમાં ડખા હોવાની ચર્ચા સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-16 18:17:40
  • Views : 65
  • Modified Date : 2024-07-16 18:17:40

બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં ડખા હોવાની ચર્ચા સામે આવી છે. ભાજપના જ ગોવા રબારી સામે માર્કેટયાર્ડના ડિરેક્ટરોમાં જ અસંતોષની સ્થિતિ જોવા મળી રહી છે. બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં માત્ર ચેરમેન ગોવા રબારી સિવાયના ડિરેક્ટરો હાજર જ રહ્યા નહોતા. આમ ભાજપના જ ડિરેક્ટરો નાખુશ હોવાનું માનવામાં આવી રહ્યું છે.ગોવા રબારી ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન પદે ભાજપના જ મેન્ડેટ પર ચૂંટાયા હતા. હવે ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ જોવા મળ્યા હતા. ગોવા રબારીને મનસ્વી વર્તન અને અનગઢ વહીવટને લઈ વિરોધ થઈ રહ્યો હોવાનું કારણ સામે ચર્ચામાં છે. જોકે ચેરમેન ગોવા રબારીએ કહ્યું હતુ કે, અમારે કોઈ વિવાદ નથી અને અમે મળતા રહીએ છીએ.

Download Our B K News Today App



Related News