બનાસકાંઠા: અંબાજીમાં ફરી એક વાર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો, અંબાજી સંપૂર્ણ બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-31 17:26:38
  • Views : 173
  • Modified Date : 2024-07-31 17:26:38

બનાસકાંઠાના અંબાજીમાં ફરી એક વાર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ત્યારે અસામાજિક તત્વોના આતંકના લીધે અંબાજી સંપૂર્ણ બંધ છે. અસામાજિક તત્વોએ આરોગ્ય પ્રધાનના ભાઇના મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો.પોલીસ દ્વારા હજુ સુધી માત્ર બે આરોપી જ પકડવામાં આવ્યા. હજુ બે આરોપી પોલીસ પકડથી દૂર છે. અંબાજીમાં લુખ્ખા તત્વોનો આતંક વધતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. અસામાજિક તત્વો વેપારીઓને હેરાન કરતા હોવાથી લોકોમાં રોષ છે. અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી દુકાનો બંધ રાખી છે. જેના પગલે દૂરથી આવતા યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.બે દિવસ અગાઉ વેપારી સાથે બોલાચાલી થતા 4 યુવકોએ વેપારી પર હુમલો કર્યો હતો. શાકભાજીની લારી પરથી ટામેટા લઈને વેપારી પર ફેંકયા હતા. ભર બજારમાં લુખ્ખા તત્વનો આતંકથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News