બનાસકાંઠાના સવપુરા માઇનોર કેનાલ પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ : સરપંચ સહિત ગ્રામજનોએ નાળિયેર વધેરી પાણીનું સ્વાગત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:18:41
  • Views : 409
  • Modified Date : 2021-08-19 12:18:41

     બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની અછતના કારણે ખેડૂતો પાણી વગર ભારે હાલાકીનો સામનો કરતા હતા જે બાદ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો સારી ખેતી કરી શકે તે માટે નર્મદા નહેર આપવામાં આવી હતી જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો કુદરતી આપત્તિઓના કારણે વારંવાર નુકસાન વેઠી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ હોવા છતાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ થયો નથી જેના કારણે ફરી એકવાર પાણી વગર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર આફત આવી છે ત્યારે બનાસકાંઠામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે. સરહદી વિસ્તારોમાં પણ વરસાદ ન થતાં ખેડૂતોએ વરસાદની આશા એ વાવેલા પાક હવે પાણીના અભાવે મૂંરઝાવા લાગ્યા છે ત્યારે નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડી આ ખેડૂતોના પાકને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આજે સવપુરા માઇનોર કેનાલમાં નર્મદા વિભાગ દ્વારા પાણી છોડાતા ખેડૂતો માં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. સવપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ નાળિયેર વધેરી કેનાલના પાણી નું સ્વાગત કર્યું હતું. સવપુરા માઇનોર કેનાલમાં પાણી આવતા જ હવે આજુબાજુના ઉણ, રતનપુર, ભલગામપુનપુરા, તાંતીયાણા સહિત સાત જેટલા ગામના ખેડૂતો ના ખેતરોમાં ઉભેલા પાકને જીવતદાન મળશે.

Download Our B K News Today App



Related News