બનાસકાંઠાની LCB પોલીસે ટ્રકમાંથી 55 લાખથી વધુના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-05 16:59:14
  • Views : 329
  • Modified Date : 2022-11-05 16:59:14

 

બનાસકાંઠા જિલ્લા LCB પોલીસે બાતમીના આધારે ટ્ર્કમાંથી 55 લાખથી વધુનો દારુ ઝડપી પાડ્યો હતો. તેમજ એક શખ્સની અટકાયત કરી હતી. પોલીસે કુલ 75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

 

પોલીસને બાતમી મળી હતી
બનાસકાંઠા LCB પોલીસ વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાને લઈ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવાનુ ષડયંત્ર ચાલતુ હોય જે પકડી પાડવાની સુચના આધારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન LCB પો.સબ.ઇન્સ એ.બી.ભટ્ટને બાતમી મળી હતી કે, એક ટેન્કર નં. (RJ.09.GD.2377)માં વિદેશી દારૂનો જથ્થો ભરી રાજસ્થાન તરફથી ગુજરાત બોર્ડરમાં પ્રવેશ કરીને અમીરગઢથી પાલનપુર થઇ છાપી તરફ જવાની છે.

12 હજારથી વધુ દારુની બોટલ મળી
જે બાતમીના આધારે બાતમીવાળા ટેન્કરની નાકાબંધી કરતા ટેન્કરના ચાલકે ટેન્કર રોક્યું ન હતું. જેનો પીછો કરી પાલનપુર-છાપી હાઇવે ધારેવાડા પોલીસ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી હતી અને ટેન્કરને પકડી લીધું હતું. જેમાં ડ્રાઈવર જાલારામ નારનારામ ઉમેદારામ જાટ રહે.લીલાસર કોલુ તા.બાઇતુ જી.બાડમેર રાજસ્થાનના ટેન્કરમાંથી દારૂની પેટી 994 તેમજ છુટક બોટલો 428 મળી કુલ બોટલ 12 હજાર 356 જેની કિંમત 55 લાખ 51 હજાર 945 સહિત કુલ 75 લાખ 71 હજાર 945 ના મુદ્દામાલ સાથે શખ્સની અટકાયત કરી હતી. જેમાં ચાલક વિરૂદ્ધ છાપી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News