આગામી 48 કલાકમાં બનાસકાંઠા માટે ખતરા સમાન ? જાણો વિગત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-16 14:16:58
  • Views : 2774
  • Modified Date : 2019-08-16 14:16:58

ગુજરાત પર ફરી એકવાર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 48 કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સાબરકાંઠા-અરવલ્લીમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગામી 48 કલાકમાં દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડશે.મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વનું ડિપ ડિપ્રેશન લો-પ્રેશરમાં ફેરવાઈ રહ્યું છે. હાલમાં વરસાદની સિસ્ટમ ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ તરફ છે. ડિપ્રેશન 40 કિલોમીટરની ઝડપે આગળ વધે છે. સિસ્ટમ મુજબ વરસાદ મધ્ય ગુજરાતતી શરૂ થશે.

Download Our B K News Today App



Related News