આગામી ૪૮ કલાક દરમિયાન બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-26 11:15:48
  • Views : 2067
  • Modified Date : 2020-03-26 11:15:48

હવામાન વિભાગે આગામી ૨૭ માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટોમ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે.કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. 

૨૫થી ૨૭ માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાથે સાથે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. . વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવાના કારણે લોકોમાં પણ ચિંતા જોવા મળી હતી. ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ એવી પણ શક્યતા છે


Download Our B K News Today App



Related News