બનાસકાંઠામાં કેટલીક શરતોને આધીન ખાનગી અને વાણિજયક સેવાઓ ચાલુ રાખી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-28 14:47:00
  • Views : 2153
  • Modified Date : 2020-04-28 14:48:18

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૨૦૧૯ના મોટી સંખ્યામાં કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારી ભાગરૂપે આમુખ- ૧થી જાહેરનામું બહાર પાડી બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નિયંત્રણો મુકવામાં આવેલ છે. પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ એકટની કલમ ૪૩, તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે. આમુખ-૧ અને ૬ થી બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીએથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાની વિગતે આપવામાં આવેલ મુક્તિ ઉપરાંત સરકારના આમુખ-૨ થી ૫ ની માર્ગદર્શિકા મુજબની સેવા પ્રવૃતિઓ ચાલુ રાખી શકાશે, તેમ ફરમાવવામાં આવેલ, પરંતુ ગુજરાત સરકારના તા.૨૫/૪/૨૦૨૦ના ઠરાવથી કેટલીક વધુ છૂટછાટ આપવાનું ઠરાવવામાં આવેલ હોઈ આ કચેરીના આમુખ- ૧ અને ૬ ના જાહેરનામાની વિગતે આપવામાં આવેલ મુકિત ઉપરાંત નીચે મુજબની ખાનગી અને વાણિજયક સેવા એકમો ચાલુ રાખી શકાશે.


(૧) બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર બહાર આવેલ અને ગુમાસ્તા ધારા ગુજરાત પંચાયત ધારા હેઠળ નોંધાયેલ બજાર અથવા બજાર સંકુલની દુકાન સિવાય, મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ્સની દુકાનો સિવાય રહેણાંક સંકુલમાં આવેલ દુકાન સહિતની તમામ દુકાનો ચાલુ રાખી શકાશે.


(૨) બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં આવેલ અને ગુમાસ્તા ધારા હેઠળ ૨જીસ્ટર બજાર અથવા બજાર સંકુલની દુકાન સિવાય, મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ્સની દુકાનો સિવાય એકાબીજાને અડીને આવેલ (નેબરહૂડ શોપસ) તથા એકલ દોકલ હોય તેવી દુકાન 


(સ્ટેન્ડઅલોન શો) તેમજ રહેણાંક સંકુલમાં આવેલ દુકાન સહિતની તમામ દુકાન ચાલુ રાખી શકાશે. 


આ જાહેરનામું આજ તા.૨૬/૦૪/૨૦૨૦ થી તા.૦૩/૦૫/૨૦૨૦ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. 


આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી  હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે આઇ.પી.સી.ની ક. ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે. 

Download Our B K News Today App



Related News