બનાસકાંઠા જિલ્લાનો કોરોના રિકવરી રેટ ૮૫.૮૮ ટકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 13:24:16
  • Views : 1292
  • Modified Date : 2020-05-19 13:24:16

બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલના ડોકટરો, નર્સો અને મેડીકલ તથા પેરામેડીકલ સ્ટાફની રાત-દિવસની અથાગ મહેનતે રંગ લાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો કોરોના પોઝીટીવ દર્દીઓનો રિકવરી રેટ ૮૫.૮૮ ટકા છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને પરાસ્ત કરનાર અત્યાર સુધી કુલ-૭૩ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ઘેર જવાની રજા અપાઇ છે. જિલ્લામાં કુલ-૮૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી કુલ-૭૩ દર્દીઓ સાજા થતા તેમને ઘેર જવાની રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં હવે માત્ર ૮ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. બનાસ મેડીકલ કોલેજ સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ૨ અને ડીસા ગાંધીલિંકન ભણશાળી કોવિડ હોસ્પિટલમાં ૫ તથા ૧- ધારપુર મેડીકલ કોલેજ ખાતે એમ કુલ-૮ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ૧ દર્દીની સ્થિતિ ક્રિટીકલ છે. જયારે ૭ દર્દીઓની સ્થિતિ સારી છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.  


અત્રે ઉલ્લેનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ૧૬૫૮ અને ૫ રાજસ્થાનના એમ કુલ-૧૬૬૩ વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨૬૩ સેમ્પલના રિપોર્ટ નેગિટીવ આવ્યા હતા. જયારે ૮૫ સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જેમાંથી સાજા થયેલા ૭૩ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૪ દર્દીઓના મોત થયા છે અને ૩૨૩ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.

Download Our B K News Today App



Related News