આજથી બનાસકાંઠા જિલ્લામાં એસ.ટી.બસો શરૂ થશેઃ કલેકટર સંદીપ સાગલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-20 10:41:47
  • Views : 1009
  • Modified Date : 2020-05-20 10:41:47

લોકડાઉન ૪ ને અનુલક્ષી ભારત સરકારની તા.૧૭/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.૧૮/૫/૨૦૨૦ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલા છે. લોકડાઉનના નવા દિશા-નિર્દેશો અનુસાર બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ એસ.ટી. નિગમની બસો આજથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જિલ્લામાં સવારે-૮.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ૬૫ એસ.ટી. બસો કુલ- ૪૨૪ ટ્રીપો કરશે. એસ.ટી. બસો શરૂ કરવાના નિર્ણયની બનાસકાંઠા કલેકટર સંદીપ સાગલેએ માહિતી આપતા જણાવ્યું કે, જીએસઆરટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બસની સુવિધા શરૂ કરવામાં આવશે. તાલુકાથી તાલુકા તેમજ તાલુકાથી જિલ્લા મથક સુધીની એસ.ટી. બસનું સંચાલન કરવામાં આવશે. માત્ર ઇ-ટિકીટ (મોબાઇલ દ્વારા બુકીંગ) કરેલ મુસાફરો જ બસમાં મુસાફરી કરી શકશે. બસના રૂટોના સંચાલનમાં કોવિડ-૧૯ અંતર્ગત લેવાના થતા સાવચેતીના પગલાં જેવા કે માસ્ક, સેનીટાઇઝેશન, થર્મલ સ્ક્રિનીંગની પણ એસ.ટી. દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરી કરતા લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી સુરક્ષિત મુસાફરી કરવા કલેકટરે અપીલ કરી છે. તેમણે કહ્યુ કે એસ.ટી. નિગમના આ નિર્ણયથી લોકોને આવાગમનની સુવિધા ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુલ-૪૨૪ ટ્રીપોમાં અંબાજી ડેપોની ૩૫, ડીસા- ૪૯, દિયોદર-૯૮,  પાલનપુર-૧૪૨, થરાદ ડેપોની-૧૦૪ ટ્રીપો કુલ- ૬૫ બસો દ્વારા કરવામાં આવશે

Download Our B K News Today App



Related News