બનાસકાંઠા એલસીબી ની ટીમે પાથાવાડાના આરખી ગામ પાસેથી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-17 13:42:00
  • Views : 258
  • Modified Date : 2021-12-17 13:42:00

બનાસકાંઠા એલસીબી ની ટીમે પાથાવાડાના આરખી ગામ પાસેથી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી

 

બનાસકાંઠામાં આજે વધુ એક વખત ટ્રક માં બનાવેલ ચોરખાના સંતાડીને  દારૂ ગુસાડતા હોવાની ઘટના સામે આવી છે. એલસીબી ની ટીમે ટ્રક ચાલક સહિત 19.23 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ચાલક ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં સરપંચ ની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પોલીસ પણ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સતર્ક બની છે તે દરમિયાન આજે જિલ્લા એલસીબી ની ટીમ પાંથાવાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળતા આરખી ગામ પાસે નાકાબંધી કરી હતી. અને ગુંદરી બોર્ડર તરફથી આવી રહેલી એક શંકાસ્પદ આઇસર ટ્રક ને થોભાવી તલાશી લીધી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી એક ચોરખાનું મળી આવ્યો હતો જેમાં એક હજારથી પણ વધુ દારૂની બોટલો સંતાડી દીધી હતી જેથી પોલીસે તરત દારૂ ની 1044 બોટલ અને ટ્રક સહિત 19.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ટ્રક ચાલકનું સુરજીતસિંગ ચરણસિંગ કંભોજ (જાટ) રહે. મોટે મજારા તા. મોહાલી પંજાબ ની પણ અટકાયત કરી  પ્રોહીબીશન એક્ટ મુજબ પાંથાવાડા પોલીસ સ્ટેશને ગુન્હો નોંધી વધુ કાર્યવાહી ધરી છે.

Download Our B K News Today App



Related News