થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી તથા છળકપટથી મેળવેલ 1 મોટરસાઇકલ સાથે બે ઈસમોને બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ઝડપી પડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-12 11:38:37
  • Views : 262
  • Modified Date : 2022-01-12 11:38:37

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી તથા છળકપટથી મેળવેલ 1 મોટરસાઇકલ સાથે બે ઈસમોને બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ઝડપી પડ્યા હતા..એલ.સી.બી. સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આસોદર ગામે આવતા બે ઈસમો પ્રહલાદજી ધરમશીજી ઠાકોર તથામુકેશભાઈ ઉફે બલાજી વિરમાજી થરાદથી મોટર સાયકલ લઈ આવતા હતા..જેને બાઈકના કાગળો બાબતે પુછતા કાગળો નહી હોવાનુ જણાવ્યૂ હતું અને મોટરસાઈકલ 15 દીવસ પેલા જેતડા ગેરેજેથી ચોરેલ છે એવી કબુલાત કરી હતી..મોટરસાઇકલ હીરો-હોન્ડા કંપનીનું કાળા કલરનુ છે..જેનો આગળ પાછળ નંબર વગરનુ છે..જેનો ચેસીસ નં-00L20C18422 છે જેની કિમત 10,000/ ગણી C.R.P.C કલમ102, 41.(1)D, મુજબ કબજે કરી અને બંને આરોપીને ઝડપી પાડી થરાદ પોલીસ સ્ટેશને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News