વાવના કથાકારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતો વીડિયો વાઈરલ થયા બાદ બનાસકાંઠા LCBએ કથાકારને રાજસ્થાનમાંથી અટકાયત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-28 12:34:06
  • Views : 429
  • Modified Date : 2021-11-28 12:34:06

બનાસકાંઠા જિલ્લાના વાવના એક કથાકારને વીડિયો બનાવી ગુજરાતના મુખ્યમંત્રીને ધમકી આપવી ભારે પડી ગઈ છે. વાવના કથાકારનો ધમકી આપતો વીડિયો વાઈરલ થયા બાદ બનાસકાંઠા LCBએ બટુક મોરારિબાપુની રાજસ્થાનમાંથી અટકાયત કરી છે. મહત્વનું છે કે, બટુક મોરારિ મહારાજે ગઈકાલે એક મિનિટ અને ઓગણપચાસ સેકન્ડનો એક વીડિયો બનાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયા માગ્યા હતા. જો રૂપિયા ના આપે તો ઉપાડીને ફેંકી દેવાની ધમકી ઉચ્ચારી હતી. મુખ્યમંત્રીને ધમકી આપતો વીડિયો વાઈરલ થયા બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી અને બટુક મોરારિબાપુની શોધખોળ શરૂ કરી હતી. કથાકાર ગુજરાત છોડી રાજસ્થાન પહોંચી ગયો હોવાની જાણ થતા બનાસકાંઠા LCBએ બટુક મોરારિને રાજસ્થાનના રેવદર પાસેથી ઝડપી પાડ્યો હતો. બટુક મોરારિને ગુજરાત લવાયા બાદ તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામા આવશે.

Download Our B K News Today App



Related News