રાણપુર રોડ પરથી રેતી ભરેલી ઓવરલોડ છ ગાડી ઝડપી પાડતું બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-09 11:47:29
  • Views : 773
  • Modified Date : 2020-08-09 11:47:29

બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ ચોરીના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે રાત્રિના સમયે ઓવરલોડ સાધનો રેતી ચોરી કરીને ખુલ્લેઆમ પોતાનો રોફ જમાવી રહ્યા છે. બીજી બાજુ કોઈપણ પ્રકારની પરમિશન લીધા પણ રસ્તાની આજુબાજુમાં ખોદકામ કરી ચોરી કરતા નજરે જોવા મળ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકામાં આવેલ બનાસનદીના પટમાં રેતી ચોરીના અનેક બનાવો સામે આવતા હોય છે, જેમાં ખનીજ ચોરો અવારનવાર બેફામ રેતીની ચોરી કરતા હોય છે .
ખાણ ખનીજ વિભાગ દ્વારા સતર્કતા રાખે તો ખનીજ ચોરોની કરોડો રૂપિયાની ચોરી અટકાવી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને બાતમી મળતા બનાસનદીમાંથી બિન અધિકૃત રેતી ભરેલી  ઓવરલોડ છ ટર્બો ગાડી રાણપુર થી દાંતીવાડા તરફ આવતા છ ટર્બોને ઝડપી
પાડીને કુલ એક કરોડ વીસ લાખ ના મુદ્દા માલ સાથે દાંતીવાડા
પોલીસે કબ્જે કર્યો હતો. જે વાહન માલિકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના સમાચાર ફેલાતા ખનીજ માફિયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. જ્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગે તેમજ
દાંતીવાડા પોલીસે છ ટર્બોને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. જેથી રેતી ચોરી કરતા વાહનચાલકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

Download Our B K News Today App



Related News