બનાસકાંઠા જિલ્લામાં પરબતભાઈ પટેલનો ઝંઝાવતી લોકસંપર્ક અંતરીયાળ તાલુકાઓમાં વરસાદની રાહ જાવાતી અને આજે ખેતરે-ખેતરે પાણી છે, એ છે ભાજપનો વિકાસ - પરબતભાઈ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:25:07
  • Views : 466
  • Modified Date : 2019-04-04 11:25:07

 બનાસકાંઠા જિલ્લામાં પરબતભાઈ પટેલનો ઝંઝાવતી લોકસંપર્ક અંતરીયાળ તાલુકાઓમાં વરસાદની રાહ જાવાતી અને આજે ખેતરે-ખેતરે પાણી છે, એ છે ભાજપનો વિકાસ - પરબતભાઈ પટેલ


સરહદી ગાંમડાઓમાં જયાં બારે માસ પાણીના વલખાં હતાં, ત્યા આજે નર્મદાને કારણે એક-એક ખેડૂતોને ૨૦૦-૨૦૦ મણ જીરાનો પાક થયો છે
બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઈ પટેલે ઉમેદવારી કરી છે. જયારે કોંગ્રેસ
પાર્ટીએ  પરથીભાઈ ભટોળને જાહેર કર્યા છે. સીધી ટક્કરમાં ભાજપ પાર્ટીનો વિકાસ વધતો જાવા મળ્યો છે. પરબતભાઈ પટેલ ૨૫ વર્ષથી ધારાસભ્ય રહી ચુક્યા છે જેમણે ધારાસભ્ય તરીકે પણ હરણફાળ વિકાસ કર્યો છે પરંતુ ભાજપ પાર્ટીએ પરબતભાઈના હાથે
બનાસકાંઠા જિલ્લામાં વિકાસ થાય તે માટે ટિકીટ આપી હાથ મજબૂત કર્યા છે. એક સમયે બનાસકાંઠા જિલ્લો અંતરીયાળ જિલ્લો કહેવાતો પરંતુ આજે બનાસકાંઠા જિલ્લાનો વિકાસ થતાં
દુનિયાભરમાં જાણીતો થયો છે, આ વિકાસ ભાજપ
પાર્ટીએ કરી બતાવ્યો છે. પરબતભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાનો ચૂંટણી પ્રચાર કર્યો છે જેમાં પોતાને સારો પ્રતિષાદ મળી રહ્યો છે. પરબતભાઈએ જણાવ્યું હતું કે મારા અંતરીયાળ ગાંમડાઓમાં જયાં પાણીની સમસ્યા હતી ત્યાં ભાજપ પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાહસથી નર્મદા આવતા પાણી-પાણી થઈ ગયું છે. તેમજ વધારે જાવા મળ્યું છે પરબતભાઈ પટેલના પૂજાના પ્રતિષાદથી ભાજપ
બનાસકાંઠા જિલ્લાની સીટ ઉપર કબજા જરૂર કરી શકશે.

Download Our B K News Today App



Related News