બનાસકાંઠાનું એક એવું ગામ છે કે જ્યાં ૨૦૦ વર્ષો જૂની પરંપરા સાથે ઉજવાય છે અનોખી રક્ષાબંધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-23 12:11:33
  • Views : 6771
  • Modified Date : 2021-08-23 12:11:33

     આપ દ્રશ્યોમાં જે બહેન ભાઈને રાખડી બાંધતી  તસવીરો જોઈ રહ્યા છો તે તસ્વીરો કોઈ શાળા,કૉલેજ કે ટ્યુશન ક્લાસીસની નહી પરંતુ એક ગામની તસવીરો છે.સામાન્ય રીતે તમે શાળા, કોલેજોમાં તહેવારની એક દિવસ અગાઉ તો ઉજવણી થતી જોઈ હશે પરંતુ ગામની તસવીરો જોઈને તમારા મનમાં વિચાર તો આવ્યો હશે કે રક્ષાબંધન આવતી કાલે તો બહેનો ભાઈને રાખડી કેમ આજે બાંધી રહી છે.જી હા તમે સાચા છો રક્ષાબંધન તો આવતીકાલે એટલે કે શ્રાવણ સુદ પૂનમના દિવસે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાનું  ચડોતર ગામ છે જ્યાં છેલ્લા  ૨૦૦ વર્ષો જૂની પરંપરા છે કે જ્યાં  શ્રાવણ સુદ ચૌદશને દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.સમગ્ર ગામના  હિન્દુ ધર્મના તમામે તમામ જ્ઞાતિના લોકો શ્રાવણ સુદ ચૌદશને દિવસે   રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યાં છે.

 ચડોતર ગામની લોકવાયકા મુજબ આજથી ૨૦૦ વર્ષ અગાઉ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ગામના તમામ ઢોર ઢાંખરોને રોગચાળામાં સપડાઇ ગયાં હતાં.જેને કારણે ગ્રામજનોને પશુઓ તેમજ જાનમાલનું નુકસાન થયું હતું.ત્યારે દહેશતને પગલે સમગ્ર ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતાં.જોકે તે સમયે મહામારી માંથી બચવા ગ્રામજનો એકત્ર થઇ વિદ્વાન બ્રાહ્મણ પાસે ગયા અને તે બ્રાહ્મણે ગ્રામજનોને સમગ્ર ગામમાંથી દૂધ એકઠું કરી ગામના ખૂણે ખૂણે  છંટકાવ કરવાનું કહ્યું અને ગ્રામજનોએ તે મુજબ કરતા  સમગ્ર ગામમાંથી મહામારી  મુક્ત થઇ જો કે તે બાદ  વિદ્વાનએ ગ્રામજનોને  રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમ નહીં પરંતુ  શ્રાવણ સુદ ચૌદશને દિવસે ઉજવવાનું કહ્યું અને ત્યારથી ગામના લોકો રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશને દિવસે કરવા લાગ્યા અને ત્યારથી પરંપરા  ગામમાં ચાલી આવી આજના આધુનિક યુગમાં પણ ગ્રામજનોએ  પરંપરા જાળવી રાખી છે જેને લઈ આજે શ્રાવણ સુદ ચૌદસને દિવસે સમગ્ર ચડોતર ગામ  રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યું છે.

સમગ્ર દેશમાં આવતીકાલે ભાઈ બહેનના અતૂટ બંધન નો તહેવાર ગણાતા રક્ષાબંધનની ઉજવણી થશે.પરંતુ બનાસકાંઠાના ચડોતર ગામની બહેનો પોતાના ભાઈના  લાંબા આયુષ્ય માટે આજે રક્ષાબંધન ની ઉજવણી કરી રહી છે.

          ( અમારા ગામમાં એક દિવસ અગાઉ રક્ષાબંધનની ઉજવણી થાય છે...)     

Download Our B K News Today App



Related News