બનાસકાંઠાઃ સરકારી જમીન 50 ખેડૂતોને ફાળવણી કરી લાખો પડાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-03 15:30:52
  • Views : 84
  • Modified Date : 2024-02-03 15:30:52

અમીરગઢના ઉમરકોટ ગામમાં અઢી અઢી લાખમાં સરકારી જમીન ફાળવણી કરવાનું કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી જમીનની ફાળવણી માટે અઢી અઢી લાખ રુપિયાની રકમ ઉઘરાવી લેવામાં આવી હતી. આ માટે જમીન ફાળવણીના ખોટા હુકમો તૈયાર કરવામાં આવ્યા હતા. જે હુકમમાં અમીરગઢ મામલતદારના રાઉન્ડ સીલ અને ખોટી સહીઓ કરવામાં આવી હતી.આ દરમિયાન એક ખેડૂત અમીરગઢ મામલતદાર કચેરીમાં અરજી પંચનામા માટે પહોંચ્યો હતો. જેને લઈ તપાસ શરુ કરવામાં આવતા મામલતદાર કચેરી ચોંકી ઉઠી હતી. પ્રાથમિક તપાસમાં જ ખોટા હુકમનો મામલો જણાતા મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસને આ અંગે જાણ કરી હતી. અમીરગઢ પોલીસે અજાણ્યા શખ્શો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. તપાસ કરતા લગભગ 50 જેટલા ખેડૂતોને આ પ્રકારના ખોટા હુકમ આપવામાં આવ્યા છે અને પૈસા પડાવ્યા છે. પોલીસે હવે આ પ્રકારે છેતરપિંડી આચરનારાઓની શોધખોળ શરુ કરી છે.

Download Our B K News Today App



Related News