ડીસાના કૂંપટ પાસે નદીમાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગની રેડ : 1.60 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-02 11:29:33
  • Views : 294
  • Modified Date : 2022-06-02 11:29:33

 

નદીના પટ માંથી હિટાચી,ટ્રેકટર,ડમ્પર સહિત નવ વાહનો કબ્જે

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગને ગત વહેલી સવારે ડ્રોન સર્વેલન્સની મદદથી ખનીજ ચોરી ઝડપી પાડી રૂ 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો

 

બનાસકાંઠા પુસ્તક વિભાગની ટીમ ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારે બાતમીના આધારે ખાનગી વાહનમાં બેસી કૂંપટ ગામ પાસે પહોંચી હતી અને  બનાસ નદીના પટમાં આકસ્મિક ડ્રોન સર્વેલન્સ ની મદદથી ચેકિંગ હાથ ધરતા નદીના પટમાં બિન અધિકૃત રીતે ચાલતા એક હિટાચી મશીન બે સાદી રેતી ભરેલા ડમ્પર તેમજ બે ટ્રેક્ટર અને ચાર ખાલી ડમ્પર આમ કુલ નવ વાહનો કબ્જે કર્યા હતા અને રૂ 1.60 કરોડ નો મુદ્દામાલ કબ્જે લઈ રૂ.10 લાખનો  દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી ભૂસ્તર વિભાગ ની ઓચિંતી રેડને લઈને ભુ માફિયાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

 

બાબતે ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી જણાવ્યું હતું કે ખનીજ ચોરી કરતા તત્વો સરકારી વાહન ની રેકી રાખતા હોય છે સાથે વાહન જ્યારે નદીમાં ઉતરે ત્યારે પણ વોચ રાખતા હોય છે જેથી અમોએ હવે ડ્રોન સર્વેલન્સ નો ઉપયોગ કરી ખનીજ ચોરી જડપવામાં સફળતા મળી રહી છે. એકમાસ આગાઉ નાની આખોલ ગામે પણ ડ્રોન ની મદદથી ખનીજ ચોરી ઝડપી હતી ત્યારે ગત બુધવારે વહેલી સવારે ખનીજ ચોરોને ઉંઘતા ઝડપી નવ વાહનો કબ્જે લઇ રૂ 10 લાખનો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News