બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો મોડી રાત્રે સપાટો : એક સાથે પાંચ ડમ્પર રોયલ્ટી વગર રેતી વહન કરતા કબ્જે રૂ 12.50 લખના દંડ ની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-12 11:32:12
  • Views : 334
  • Modified Date : 2021-10-12 11:32:12

એક સાથે પાંચ ડમ્પર રોયલ્ટી વગર રેતી વહન કરતા કબ્જે..

 

રૂ 12.50 લખના દંડ ની વસુલાત માટે કાર્યવાહી હાથ ધરાઈ..

 

કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી લાખો નો દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરી..

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ફરી એકવાર મોડી રાત્રે ખાનગી વાહન માં ચેકીંગ હાથ ધરી ખનીજ ચોરી ઝડપી પાડી છે.ધાનેરા હાઇવે પરથી રોયલ્ટી પાસ વગર પસાર થતા પાંચ ડમ્પર ઝડપી ડીસા તાલુકા પોલીસ મથકે લાવેલ અને દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાસકાંઠા માં ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી દ્વારા ખનીજ ચોરી ઝડપવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે.નિત નવી ટેક્નિક આપનાવી ખનીજ ચોરી અટકાવવા ના પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે  ભૂસ્તર અધિકારી સુભાષ જોષી ના માર્ગદર્શન હેઠળ ખનીજ ની ટિમ ડીસા તરફ ખાનગી વાહન માં બેસી જીવના જોખમે નીકળેલ અને  ડીસા ધાનેરા હાઇવે પર  ચેકીંગ હાથ ધરેલ જે દરમ્યાન ડીસા તરફથી આવતા ડમ્પરો રોકાવી રોયલ્ટી બાબતે પૂછપરછ કરતા રોયલ્ટી પાસ મળી આવેલ નહિ જેથી પાંચ ડમ્પર કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવેલ અને કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી લાખો નો દંડ વસુલ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.ભૂસ્તર અધિકારી સુભાષ જોષી ને પૂછતાં તેઓ જણાવેલ કે અમારી ટિમ ડીસા સહિત બનાસકાંઠા માં  રજા નો દિવસ હોય કે રાત સતત ખનીજ ચોરી ઝડપવા દોડધામ કરતી હોય છે ત્યારે ગતરોજ ખાનગી વાહન માં બેસી ને ડીસા તરફ ચેકીંગ હાથ ધરી રહ્યા હતા અને બાદ માં  ધાનેરા રોડ પર ચેકીંગ હાથ ધરતા પાંચ ડમ્પર રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ઝડપી પાડેલ છે તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવશે.બનાસકાંઠા માં ભૂસ્તર વિભાગ ને ડીસા સહિત જિલ્લામાં  ખનીજ ચોરી જડપવામાં માં સફળતા મળી છે.અને છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા માંથી ઐતિહાસિક આવક ઉભી કરી છે.

ભૂસ્તર વિભાગ પકડી પાડેલ ડમ્પરને કબ્જે કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવેલ.બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી બનાસકાંઠા માં આવ્યા બાદ સતત સરકાર ને આવક ઉભી કરવાના પ્રયાસો કરેલ અને ખનીજ વિભાગ ની ટિમ રાત દિવસ,રજા ના દિવસો માં અને ઓફિસ ટાઈમ બાદ પણ સતત દોડધામ કરીને બે વર્ષ માં ખનીજ ચોરી ના અનેક કેસો કરી ગુજરાતમાં નામના મેળવી છે સાથે ખનીજ ચોરી કરતા તત્વો માં ફફડાટ ફેલાયો છે..

Download Our B K News Today App



Related News