ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરમાં ભાવ કરાતા બનાસકાંઠાના ખેડૂતોમાં ફેલાયો રોષ : ભાવ વધારો પરત ખેંચવા માંગ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-17 11:26:47
  • Views : 642
  • Modified Date : 2021-10-17 11:26:47

રાજ્ય માં ખાતર કંપનીઓ દ્વારા વર્ષ માં બે થી ત્રણ વાર ભાવ વધારી ને ખેડૂતો પર બોજો નાખે છે તો ડીઝલ ના ભાવ પણ રોજ બરોજ વધતા આજે 100 રૂપિયા ને પાર જતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે ગતરોજ ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતર માં મોટો ભાવ વધારો કરી દેતા બનાસકાંઠા જિલ્લાન ખેડૂતો માં રોષ ફાટી નીકળ્યો છે.બનાસકાંઠા ના ખેડૂતોએ ભાવ વધારો પરત ખેંચવા ની માંગ સાથે ડીઝલ માં પણ સબસીડી આપવાની માંગ  કરી છે. હાલ ઇફકો દ્વારા બેગ રૂ 65 થી માંડી ને રૂ 455 સુધી અલગ અલગ ખાતર માં અલગ અલગ ભાવ વધારો કરી દીધેલ જોકે હાલ એક તરફ રવિ સિઝન એટલેકે બટાટા ના વાવેતર ની તૈયારીઓ છે તો બીજી તરફ એજ સમયે ભાવ વધારો કરીને ખેડૂતો પર બોજો જીકી દીધો છે.જેથી ખેડૂતો માં રોષ છે.ખેડૂતોનું કહેવું છે કે સરકાર આવક ડબલ કરવાની જગ્યાએ ડીઝલ અને ખાતર ના ભાવ ડબલ કરી દીધા છે તે યોગ્ય નથી ખેડૂતો લાચાર છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભેગા મળી ભાવ વધારા નો વિરોધ કર્યો હતો અને ભાવ પરત ખેંચવા સાથે ડીઝલ માં પણ સબસીડી આપવાની માંગ કરી હતી.જોકે ખેડૂતો 2022 ની ચૂંટણી માં સરકાર ને બતાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.ત્યારે હવે ઇફકો કંપની ભાવ ધટાડો કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Download Our B K News Today App



Related News