બનાસકાંઠા માજી સૈનિક સંગઠન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અમદાવાદ ખાતે માજી સૈનિકને ગોંધી રાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-30 11:30:46
  • Views : 178
  • Modified Date : 2022-03-30 11:30:46

 

ગુજરાત સરકાર દ્વારા શહીદ સૈનિકોના પરિવારોને આપવામાં આવતી સહાયની રકમ સામે વિરોધ દર્શાવ્યો

બનાસકાંઠા માજી સૈનિકોના સંગઠન દ્વારા આજે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓએ ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા શહીદ સૈનિકોના પરિવારોને આપવામાં આવતી સહાયની રકમ સામે વિરોધ દર્શાવ્યો હતો. અને અમદાવાદ ખાતે પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શિત કરી રહેલા એક માજી સૈનિકની અટકાયત કરી ગોંધી રાખવાના બનાવ સામે વિરોધ દર્શાવી ભવિષ્યમાં માજી સૈનિક સાથે આવું વર્તન ન થાય તેની ખાતરી આપવાની માંગ કરતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગુજરાત માજી સૈનિક સંગઠન વતી બનાસકાંઠા જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા આજે પાલનપુર ખાતે માજી સૈનિકો એ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેઓના જણાવ્યા મુજબ જ્યારે માતૃભૂમિની રક્ષા કરતા કે આંતકવાદીઓની મુઠભેડમાં કોઈ સૈનિક સહાદત વ્હોરે છે. ત્યારે તે યુવાન શહીદ સૈનિક ના પરિવારને ગુજરાત સરકાર દ્વારા માત્ર એક લાખ રૂપિયાની મામૂલી સહાય આપવામાં આવે છે. જેની સરખામણીમાં દેશના અન્ય રાજ્યોમાં દિલ્હી દ્વારા રૂપિયા 1 કરોડની સહાય આપવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા માત્ર એક લાખ રૂપિયાની મામૂલી રકમની સહાય આપવામાં આવે છે તેની સામે વિરોધ દર્શાવતા આ અંગે સરકારનું ધ્યાન દોરવાની માંગને લઇને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માજી સૈનિકો દ્વારા માજી સૈનિકોની પડતર માંગણીઓને લઇને વિશાલભાઈ નામના માજી સૈનિકે અમદાવાદના શહીદ વિરાંજલી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવવાના હોય તેમનું ધ્યાન દોરવા માટે બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. ત્યારે તેઓની થયેલી ધરપકડ કરી તેમને ગોંધી રાખવાના સામે માજી સૈનિકોએ વિરોધ પ્રદર્શિત કરતાં માજી સૈનિકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે રોષ ઠાલવી ભવિષ્યમાં માજી સૈનિકો સાથે આવું વર્તન કરવામાં ન આવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News