પ્રચંડ ઉર્જા સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ કર્યો છે એક જ નિર્ધાર - ફીર એક બાર મોદી સરકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 09:41:57
  • Views : 504
  • Modified Date : 2019-04-12 09:41:57

 લોકસભા ચૂંટણીમાં પ્રચાર કાર્ય ચરમ સીમા છે ત્યારે ભાજપાના લોકસભાના ઉમેદવાર પરબતભાઇ પટેલનો ડીસા તાલુકાના ફાગુન્દ્રા, ઝેરડા, કંસારી, જોરાપુરા, લોરવાડા, કાંટ, જુનાડીસા અને ડીસા ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સ્થળોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં  પરબતભાઈ પટેલે જનકલ્યાણની ભાવનાને વરેલી આદરણીય નરેન્દ્રભાઇ મોદીની સરકારે સમગ્ર દેશમાં એક આત્મવિશ્વાસનું વાતાવરણ ઉભુ કર્યુ છે તેમ જણાવતાં ઉમેર્યુ હતું કે દેશની તીવ્ર ગતિએ વિકાસયાત્રામાં સહભાગી થવાનો નિર્ધાર પ્રજાએ કરી લીધેલ હોઇ પુનઃ મોદી સરકારનું ગઠન નિશ્ચિત જ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે હવે સરકારની યોજનાઓનો લાભ સીધો નાગરિકને મળે તેવી પારદર્શી વ્યવસ્થાઓ ઉભી થઇ છે અને ભ્રષ્ટ્રાચાર પર કડક નિયંત્રણ લાદવાનું તથા વચેટીયાઓને દૂર કરવાનું કામ આ સરકારમાં થયું છે. દિવસ-રાત દેશ માટે સતત પરિશ્રમ કરતાં મા ભારતીના સંતાન અને એક શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા આપણી ઉત્તર ગુજરાતની ધરતીના સપૂત આદરણીય નરેન્દ્રભાઇ મોદીની જીતમાં સહભાગી થવાના કાર્યમાં સૌને જોડાવા પરબતભાઇએ આહ્વાન કર્યુ હતું. લોકોની પ્રચંડ ઉર્જાનો સાક્ષાત્કાર અને ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પ્રત્યેના પ્રેમનો ઠેર-ઠેર તેઓને અનુભવ થયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ કરીને તાલુકાના અનેક કોંગ્રેસી આગેવાનોએ આજે કોંગ્રેસનો હાથ છોડીને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. જેમાં ડીસા તાલુકા કોંગ્રેસના પ્રભારી ખેંગારભાઇ હરીભાઇ ચૌધરી, ડીસા તાલુકા કોંગ્રેસના મહામંત્રી  શિવાભાઇ ત્રિકમાજી સુથાર, ડીસા તાલુકા કોંગ્રેસના મંત્રી ચમનલાલ ભુદરાજી માળી, ડીસા તાલુકા કોંગ્રેસના મંત્રી રમેશભાઈ વેસાજી પ્રજાપતિ,  તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રહલાદસિંહ દરબાર, કરણીસેનાના જિલ્લા પ્રભારી બાદરસિંહ વાઘેલા, ઝેરડાના કોંગ્રેસી આગેવાનો સર્વે ગોરધનસિંહ વાઘેલા, હરચંદસિંહ વાઘેલા, જીલુભા વાઘેલા તેમના અસંખ્ય ટેકેદારો સાથે આજે ભારતીય જનતા પાર્ટીની વિચારસરણી સાથે જોડાયા હતા. તેમને ઉમેદવાર પરબતભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય  શશીકાંત પંડયા,  બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ માવજીભાઇ દેસાઇ, પ્રદેશ બક્ષી મોરચાના પ્રમુખ દિનેશભાઇ અનાવાડીયા, તાલુકા ભાજપાના પ્રમુખ લેબજીભાઇ ઠાકોરે ઉપરોક્ત તમામને આદરપૂર્વક ખેસ પહેરાવીને ભાજપામાં આવકાર્યા હતા. ઉમેદવારના પ્રવાસમાં ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન  ડા. સંજયભાઇ દેસાઇ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ દવે, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શાંતુભા વાઘેલા, ગુજરાત ક્ષત્રિય મંચના પ્રમુખ બાદરસિંહ વાઘેલા, ડિસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ માળી સહિત આગેવાનો જોડાયા હતા.    

 

Download Our B K News Today App



Related News