બનાસકાંઠા જિલ્લાનું ડીસા માર્કેટયાર્ડ આઠ દિવસના વેકેશન બાદ આજે ફરી ધમધમતું થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-26 12:06:26
  • Views : 230
  • Modified Date : 2022-03-26 12:06:26

બનાસકાંઠા જિલ્લાનું ડીસા માર્કેટ યાર્ડ આઠ દિવસના વેકેશન બાદ આજે ફરી ધમધમતું થયું છે.. ગુજરાતમાં આ એકમાત્ર માર્કેટ યાર્ડ છે કે જ્યાં વર્ષમાં બે વાર વેકેશન પડે છે.. આજે હોળી વેકેશન પૂરું થતાં માર્કેટમાં જણસની આવક શરૂ થઈ ચૂકી છે..

 

ગુજરાતમાં લગભગ તમામ માર્કેટ યાર્ડમાં દિવાળીનું વેકેશન પડતું હોય છે.. પરંતુ બનાસકાંઠા જિલ્લાના ડીસાની વાત કરવામાં આવે તો ડીસા માર્કેટ યાર્ડમાં વર્ષ દરમ્યાન એક નહીં પરંતુ બે વેકેશન પડતાં હોય છે.. ડીસા માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશનની સાથે સાથે હોળીનું પણ વેકેશન પડતું હોય છે..હોળીનો પર્વ સૌથી વધુ રાજસ્થાનમાં ઉજવાય છે જેના કારણે રાજસ્થાનમાંથી વર્ષોથી ધંધા અર્થે સ્થાઈ થયેલા રાજસ્થાની મજૂરો હોળી હોળી પર્વની ઉજવણી કરવા માટે રાજસ્થાનમાં જતા હોય છે જેના કારણે મોટા ભાગના ધંધાઓ રાજસ્થાની મજૂરો વગર સુમશામ થઈ જાય છે.ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પણ મોટા ભાગના મજૂરો રાજસ્થાનથી આવતા હોય છે.જેના કારણે હોળીના પર્વ નિમિત્તે ડીસા માર્કેટયાર્ડમાં મજૂરો વગર મીની વેકેશન આપવામાં આવે છે.જે શીતળા સાતમનો તહેવાર સંપન્ન થયા બાદ પૂરું થતું હોય છે.. ડીસા માર્કેટ યાર્ડમાં હોળીનું વેકેશન પૂરું થયા બાદ આજથી માર્કેટ યાર્ડ ફરીથી ધમધમવા માંડ્યુ છે.. આજે માર્કેટ ખૂલતાની સાથે જ ઘઉં, રાયડો અને રાજગરાની મબલખ આવક જોવા મળી હતી..

Download Our B K News Today App



Related News