રાજ્યમાં 93.65 ટકા સાથે બનાસકાંઠા જિલ્લો ચોથા ક્રમે : સૌથી વધુ છાપી કેન્દ્રનું 100% પરિણામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:33:04
  • Views : 306
  • Modified Date : 2022-06-06 11:33:04

 

બનાસકાંઠાનું ધો.12 સામાન્ય પ્રવાહ પરિણામ 93.65 ટકા એવન ગ્રેડ મા 42 વિદ્યાર્થી ચમક્યા

 

રાજ્ય સરકાર દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લો 93.65 ટકા પરિણામ સાથે રાજ્યમાં ચોથા ક્રમે આવ્યો છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ છાપી કેન્દ્રનું 100 ટકા નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લાના 33 કેન્દ્ર પરથી 20 હજાર 191જેવા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી એવન ગ્રેડમાં 42 જેટલા વિદ્યાર્થીઓ ચમક્યા હતા

 

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના 2 વર્ષ બાદ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2022માં લેવામાં આવી હતી. ત્યારે આજે જાહેર થયેલા ધો.12 સામાન્ય પ્રવાહના પરિણામમાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાયેલા 20 હજાર 191 પરિક્ષાર્થીઓ પરિક્ષા આપી હતી જિલ્લાનું પરિણામ 93.65 ટકા આવ્યું છે. જિલ્લામાં 41 વિધાર્થીઓ એ એ-વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે 1596 વિધાર્થીઓએ એ-ટુ ગ્રેડ 5178 વિધાર્થીઓએ બી-વન ગ્રેડ 6335 વિધાર્થીઓએ બી-ટૂ ગ્રેડ 4367 વિધાર્થીઓએ સી-વન ગ્રેડ, 1317 વિધાર્થીઓએ સી-ટૂ ગ્રેડ અને 72 વિદ્યાર્થીઓએ ડી-ગ્રેડ જ્યારે 02 વિધાર્થીએ ઇ-વન ગ્રેડ મેળવ્યો છે.

 

બનાસકાંઠા ડીઈઓ એન.બી.ચાવડા એ જણાવ્યું હતું કે માધ્યમમિક અને ઉચ્ચ માધ્યમમિક શિક્ષણ બોડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 નું સામાન્ય પ્રવાહ નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે સમગ્ર રાજ્ય નું પરિણામ 86.91 આવેલ છે જેની સામે બનાસકાંઠા જિલ્લા નું 93.65 ટકા પરિણામ આવેલ છે અત્રેના જિલ્લા ના 33 કેન્દ્રો પર પરથી 20 હજાર 191 વિદ્યાર્થી ઓ પરીક્ષા આપી હતી એવન ગ્રેડ મા 42 વિદ્યાર્થી બનાસકાંઠા આવેલ છે અને સમગ્ર રાજ્ય મા બનાસકાંઠા જિલ્લો ચોથા નંબરે પ્રાપ્ત કરેલ છે

Download Our B K News Today App



Related News