બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે ગાંધીનગર ખાતે ધરણાં યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 11:01:08
  • Views : 291
  • Modified Date : 2022-05-09 11:01:08

 

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગાંધીનગર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો મોટી સંખ્યામાં આગામી 9 તારીખે ગાંધીનગર ખાતે સેક્ટર 6માં ધરણા પર બેસવાના છે જેને લઇ ડીસાના શિક્ષકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

 

આગામી 9 તારીખ ના રોજ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા ગાંધીનગર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ તમામ શિક્ષકો ધરણા પર બેસવાના છે જેને લઇ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો આ ત્રણ આ કાર્યક્રમમાં જોડાનાર છે સરકારી કર્મચારીઓની માગણીઓ ન સંતોષાતા અને પ્રશ્નોનો ઉકેલ ન આવતાં ગુજરાત સરકાર સામે કર્મચારીઓ તેમના પર બેસવાના છે અને સરકારી કર્મચારીઓની માંગણી ન સંતોષાય ત્યાં સુધી આતરડા ચાલુ રહેશે આતો ના કાર્યક્રમમાં સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠામાં તલાટી મહામંડળ, ગ્રામ સેવક મહામંડળ, આરોગ્ય મંડળ, જિલ્લા પંચાયત વર્ગ-૩ મંડળ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, આચાર્ય સંઘ, વહીવટી સંઘ, રેવન્યુ સંઘ, ડ્રાઇવર વર્ગ-૪, તેમજ જિલ્લાના તમામ મંડળો પોતાના પ્રશ્નોના ઉકેલ માટે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતા સમગ્ર ધરણાનો કાર્યક્રમ યોજાનાર છે જેને લઇ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા સંયુક્ત સંજયભાઈ દવે દ્વારા શિક્ષકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં સંજયભાઈ દવેએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરવા છતાં પરિણામ મળેલ નથી રજૂઆત ના ભાગરૂપે વૃક્ષારોપણ ધારાસભ્યને આવેદનપત્ર તેમજ જિલ્લાકક્ષાએ અનેકવાર રજૂઆતો કરી છે જેમાં ૧૪મી એપ્રિલના રોજ બંધારણ દિવસની ઉજવણી કરી જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે આવેદનપત્ર આપવા છતાં પરિણામ ન મળતાં સમગ્ર ગુજરાતમાં હાલ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા ખાતે યોજાયેલી આ બેઠકમાં આગામી સમયમાં ધરણાના કાર્યક્રમમાં તમામ શિક્ષકોને જોડાવા માટે સંજયભાઈ દવે દ્વારા અપીલ કરવામાં આવી હતી. શિક્ષકો પણ હવે પોતાની માંગણીને લઇ સરકારના વિરોધમાં આંદોલન કરવા માટે તૈયાર થઈ ગયા છે જેને લઇ શિક્ષકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી

Download Our B K News Today App



Related News