બનાસકાંઠા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની દાંતીવાડા ખાતે ઉજવણી કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 15:21:55
  • Views : 702
  • Modified Date : 2020-01-17 15:21:55

આગામી પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી 2020ની જિલ્લાકક્ષાની ઉજવણી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શાનદાર રીતે યોજાશે. જેમાં પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.બનાસકાંઠા જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિન દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે. આ અંગે જીલ્લા કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે જણાવ્‍યું કે પ્રજાસત્તાક પર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમભર્યા માહોલમાં યોજાય તે માટે ઝીણવટભર્યુ આયોજન અને પરિણામદાયી કામગીરી કરીએ તે જરૂરી છે.આમ આ બેઠકમાં ધ્વજવંદન સ્થળે સફાઇ, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું આયોજન કરાયું છે.સમગ્ર જિલ્લામાં સફાઇ ઝુંબેશ અને વિશાળ સંખ્યામાં લોકો આનંદ ઉત્સાહથી સામેલ થાય તેવુ સુદ્ઢ આયોજન કરવામાં આવશે. આમ આ અંગે કલેકટર દ્વારા અધિકારીઓને જુદીજુદી ફરજો સોંપવામાં આવી છે. આમ આગામી તા.24 જાન્યુઆરી રોજ સવારે 9 વાગે રિહર્સલ યોજાશે. તે પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સુચના આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા,અધિક કલેકટર એલ. બી.બાંભણીયા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, ધાનેરા પ્રાન્ત અધિકારી યોગેશ ઠક્કર સહિત હાજર રહેશે. 

Download Our B K News Today App



Related News