બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજના અધિકારીઓની GPS ટ્રેકર દ્વારા જાસૂસી કાંડ મામલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 12:09:02
  • Views : 73
  • Modified Date : 2023-12-25 12:09:02

બનાસકાંઠા જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સરકારી કચેરીની સરકારી કારમાં GPS ટ્રેકર લગાવીને જાસૂસી શરુ કરવાના મામલે હવે પોલીસે તપાસ તેજ કરી છે. બોર્ડર રેન્જ IG જે આર મોથલીયાએ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધા બાદ હવે તપાસ તેજ બનાવાઈ છે. ફરિયાદ નોંધ્યા બાદ સપ્તાહથી વધારે સમય વિતવા છતાં નક્કર કાર્યવાહી નહીં થયા બાદ હવે આ મામલે તપાસ તેજ કરવામાં આવી હોવાનું મનાય છે.SP અક્ષયરાજ મકવાણાએ આ ગંભીર ગુનાની તપાસ પાલનપુર સ્થાનિક પોલીસ પાસેથી લઈને LCB ને સોંપવાનો આદેશ કર્યો છે. હવે આ મામલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ શરુ કરાશે અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવશે. સરકારી અધિકારીઓની જાસૂસી કાંડ હવે સરકારી અધિકારીઓ અને તેમના પરિવાર માટે પ્રાઈવસી હવે જોખમી બની હોવાનો ભય સર્જાયો છે. આવી સ્થિતિમાં આકરી કાર્યવાહી જરુરી બની ચૂકી છે.

Download Our B K News Today App



Related News