બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના દર્દીનું અંધશ્રદ્ધામાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 13:27:56
  • Views : 361
  • Modified Date : 2021-05-21 13:29:29

     દેશ ભલે 21મી સદી ના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નાની મોટી બીમારીઓમાં ગ્રામીણ વિસ્તારના લોકો અંધશ્રદ્ધામાં સારવાર કરાવતા હોય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધા માં મોટી માન્યતાઓ જોવા મળી રહી છે અનેકવાર બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે આમ તો બનાસકાંઠા જિલ્લો દિવસેને દિવસે પ્રગતિ ના પંથે જઈ રહ્યા છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાને એવી અનેક ઘટનાઓ સામે આવે છે કે જેના કારણે બનાસકાંઠા જિલ્લો શર્મસાર થઈ જાય છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા અંધશ્રદ્ધા માં કામ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર બનતી અંધશ્રદ્ધાની આવી ઘટનાઓને અટકાવી શકાય તેમ છે.

    આજે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં કોરોના ગ્રસ્ત દર્દી ને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ઘરે જ તેમના ગુરુએ વિધિ કર્યા બાદ દર્દી ની તબિયત વધુ લથડતા મોત નીપજયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કચ્છના આડેસર ગામે રહેતા ભવનભાઈ પ્રજાપતિ એક મહિના અગાઉ કોરોના વાયરસથી સંક્રમિત થતા તેઓ સારવાર માટે ડીસમાં રહેતા તેમના ભાઈને ત્યાં આવ્યા હતા પરંતુ ડીસા માં કોઈ હોસ્પિટલમાં જગ્યા ન મળતાં તેઓ પાલનપુર ખાતે રહેતા બીજા ભાઈને ત્યાં ગયા હતા.જો કે તે સમયે પાલનપુર માં તેમના અન્ય ભાઈના ઘરે કચ્છના રાપર ખાતે રહેતા તેમના ગુરુ ભવનભાઈ ની તબિયત ના સમાચાર લેવા માટે આવ્યા હતા અને તે સમયે તેઓએ હોસ્પિટલમાં જવાને બદલે ગુરુ પાસે વિધિ કરાવી સાજા થઇ જશે એમ માની હોસ્પિટલમાં જવાનું ટાળ્યું હતું તે દરમિયાન ગુરુએ ચેલા માનતા કોરોનાગ્રસ્ત ભવનભાઈ ના સીધા સુવડાવી તેમના પેટ પર એક પગ મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ આપ્યા હતા.

     જો કે આ સમગ્ર વિધિ ના થોડાક સમય બાદ દિનેશભાઈ ની તબિયત વધુ લથડતા તેનું મોતનું નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના 20 દિવસ અગાઉ ની છે અને હવે 20 દિવસ પછી આ સમગ્ર ઘટના માં વિધિ કોરોનાગ્રસ્ત દર્દી પર વિધિ થતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હકીકત સામે આવી છે આ મામલે તેમના મૃતકના પરિવારજનો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે જોકે બીજી તરફ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ આ મામલે તપાસ કરવાનું અને કંઈ તથ્ય હશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી.

 

Download Our B K News Today App



Related News