બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કહેર જારી છે અને અત્યાર સુધી એક પછી એક તમામ તાલુકાઓમાં ગમતી વાયરસે હાહાકાર મચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-10 11:50:59
  • Views : 279
  • Modified Date : 2022-08-10 11:50:59


બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસનો કહેર જારી છે અને અત્યાર સુધી એક પછી એક તમામ તાલુકાઓમાં ગમતી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં અનેક પશુઓના મોત થતા બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોને કરોડ રૂપિયાનું નુકસાન થયું છે


રાજસ્થાનની સરહદને અડીને આવેલી બનાસકાંઠા જિલ્લામાં લંબી વાયરસે હાહાકાર મચાવ્યો છે એક પછી એક એમ તમામ તાલુકાઓમાં લંપી વાયરસ પશુઓને તેના ભરડામાં લઈ રહ્યો છે. ખાસ કરીને ધાનેરા તાલુકામાં લંપી વાયરસના કારણે અનેક પશુઓના મોત અને જોકે સરકાર પશુઓના મોતના આંકડાઓ ખોટા દર્શાવતું હોવાના લોકો ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. વાત કરીએ ધાનેરા તાલુકાના મગરાવા ગામની તો, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ લાંબી વાયરસ થી અસર ગામના પશુઓ પર થઈ છે અને અહીં દોઢ મહિના અગાઉ લંપી વાયરસ ની અસર શરૂ થઈ ગઈ હતી તે સમયે સ્થાનિક પશુપાલકોએ પશુપાલન વિભાગને અંગે જાણ કરી હતી તેમ છતાં પણ સરકારે કોઈ પગલાં લેતા એક પછી એક ગામમાં 200 થી પણ વધુ પશુઓના મોત થયા છે. જોકે તંત્ર આખા બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 170 પશુઓના મોત થયા હોવાનું દર્શાવે છે, ત્યારે રિયાલિટી ચેક કરતા ગામની અંદર અનેક પશુપાલકોના અસંખ્ય પશુઓ મોતને ભેટયા હોવાનું જાણવા મળ્યું છે, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોનો જીવન નિર્વાહ માટેનો એકમાત્ર મુખ્ય આધાર સ્તંભ એટલે પશુપાલન છે અને તેવામાં પશુપાલકના બે ત્રણ કે પાંચ પશુઓ એક સાથે મોતને ભેટે ત્યારે પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે આવી પરિસ્થિતિ માંથી ગામના અનેક પશુપાલકો પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર પશુપાલકોની વેદના જોઈ અસરગ્રસ્ત પશુપાલકો ને સહાય આપે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News