સામાજીક એકતા જાગૃતિ મિશનની બનાસકાંઠા જીલ્લાની કારોબારી સમિતિની બેઠક વડગામ તાલુકાના શેરપુરા મુકામે યોજાઈ..!!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-04 15:04:05
  • Views : 400
  • Modified Date : 2021-08-04 15:04:05

     તારીખ 01/08/2021ના દિવસે વડગામ તાલુકાના શેરપુરા ગામે હોટલ દર્શન ખાતે સામાજીક એકતા જાગૃતિ મિશનની બનાસકાંઠા જીલ્લાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-2022ના વર્ષ માટે નવા પદાધિકારીઓને નિમણુંકો આપવામાં આવી છે.કારોબારી બેઠકમાં સંગઠનના સંસ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 

     ગુજરાત પ્રદેશના મહાસચિવ શ્રી અરવિંદ વાધેલા અને કાર્યાલય સચિવ શ્રી કિરણકુમાર રાઠોડ સહિતના જીલ્લાના તમામ કારોબારી સદસ્યો, તાલુકા કોર્ડીનેટરો તથા તાલુકા અધ્યક્ષો ઉપસ્થિત રહ્યા હતા.સામાજીક એકતા જાગૃતિ મિશનની બનાસકાંઠા જીલ્લાની કારોબારી સમિતિની બેઠકમાં નવા તમામ પદાધિકારીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, સાથે સાથે જીલ્લાના પુર્વ પદાધિકારીઓ તથા તમામ તાલુકાઓના પ્રભારીઓની તથા તમામ તાલુકા અધ્યક્ષોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.સર્વ સમાજના લોકોના હિતને ધ્યાનમાં રાખી અને આજ ની બેઠક અંતર્ગત જીલ્લામાં અલગ અલગ આંદોલનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિર, મજુર અધિકાર આંદોલન, મહિલા સ્વાભિમાન આંદોલન, આદિજાતિ અધિકાર આંદોલન, વિચરતી વિમુક્ત જાતિ અધિકાર આંદોલન, બક્ષીપંચ અધિકાર આંદોલન, ધાર્મિક લઘુમતી અધિકાર આંદોલન, EWS અધિકાર આંદોલન, કિન્નર અધિકાર આંદોલન અને સર્વ સમાજ ભાઈચારા સંમેલન જેવા રાષ્ટ્ર હિતના કાર્યક્રમો જીલ્લાના તમામ ગામડાંઓ અને શહેરોમાં ચલાવવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. આમ ઉપરોક્ત તમામ મુદ્દાઓને લઇ આવનારા દિવસોમાં જીલ્લાના તમામ 14 તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે, તે બાબતે આજની કારોબારી સમિતિમાં ઠરાવવામાં આવ્યું.

Download Our B K News Today App



Related News