બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-03 11:49:31
  • Views : 398
  • Modified Date : 2022-08-03 11:49:31


બનાસકાંઠા જિલ્લા કલેકટરે જાહેરહિત અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર સંવર્ગના અધિકારીઓને સામૂહિક બદલી અને નિમણૂક કરી છે જે અંતર્ગત ડીસા શહેર અને તાલુકામાં પણ ચાર નાયબ મામલદારોની બદલી કરાઇ છે.બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે આજે નાયબ મામલતદાર કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરી છે ડીસા શહેર અને તાલુકામાં પણ ફરજ બજાવતા ચાર નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર ની બદલી અને નિમણૂક કરી છે જેમાં ડીસા પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા આર જે પરમારની પાલનપુર શહેર મામલતદાર કચેરી ખાતે બદલી થઈ છે. ભીલડી સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડી પી ઝાલા ની થરાદ મામલતદાર કચેરી ખાતે બદલી કરાઈ છે, જ્યારે ડીસા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા આર એમ ધૃતની દાંતા પ્રાંત કચેરી અને ડીસા પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા રેહાનાબેન ઘાસુરાની ડીસા તાલુકા મામલતદાર કચેરી ખાતે બદલી કરવામાં આવી છે . . .

Download Our B K News Today App



Related News