બનાસકાંઠા જિલ્લો ઠંડોગાર બન્યો, કોલ્ડ વેવ ને પગલે ડીસા માં લઘુત્તમ તાપમાન 8.8 ડીગ્રી નોંધાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 12:48:18
  • Views : 241
  • Modified Date : 2021-12-19 12:48:18

ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લા માં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે ડીસામાં લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ હતા. જોકે હજુ પણ આગામી 48 કલાક સુધી કોલ્ડ વેવ ની આગાહી હવામાન વિભાગ કરવામાં આવી છે

 

ઉત્તરપૂર્વીય પવનો અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા ની સીધી અસર ગુજરાત અને બનાસકાંઠા માં પણ થઈ રહી છે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો હતો. ડીસામાં આજે લઘુત્તમ તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું હતું. જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે. છેલ્લા બે દિવસમાં જ કોલ કોલ્ડ વેવ ના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અઠવાડિયા અગાઉ 11 થી12 ડિગ્રી તાપમાન રહેતું હતું તે ઘટીને પારો 8.8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે જેની સીધી અસર લોકોના જનજીવન પર પણ જોવા મળી રહી છે. લોકો રાતે તો ઠીક પરંતુ દિવસે પણ ગરમ કપડાં પહેરીને જ ઘરની બહાર નિકળવાની નોબત આવી છે. રાત્રે પણ લોકો ઠંડીથી બચવા માટે તાપણા નો સહારો લઈ રહ્યા છે અને દિવસ દરમિયાન પણ લોકો ગરમ કપડાં પહેરી ને જ ઘરની બહાર નીકળી રહ્યા છે. જોકે આગામી 48 કલાક સુધી હજુ પણ કોલ્ડ વેવ ની સ્થિતિ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જેથી લોકોએ હજુ પણ વધારે ઠંડીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.

Download Our B K News Today App



Related News