દિયોદર મોંઘવારીના વિરુદ્ધમાં જનચેતના આંદોલન કોંગ્રેસનો દેખાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-12 12:10:55
  • Views : 261
  • Modified Date : 2021-07-12 12:10:55

     દિયોદરબનાસકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા વર્તમાન સમય મોંઘવારીના વિરુદ્ધમાં દેખાવો કરી ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. જેમાં આજે રવિવારના રોજ દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે દિયોદર લાખણી તાલુકા સમિતિ દ્વારા જનચેતના આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહુ પ્રથમ કારોબારીની બેઠક મળી હતી. જેમાં બેઠક બાદ મોંઘવારીના વિરુદ્ધમાં રેલી યોજી દિયોદર મામલતદાર કચેરી ખાતે પેટ્રોલ ડીઝલના ભાવ પરત ખેંચવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે વર્તમાન સમયે સરકારની નિષ્ફળતા જેવીકે અઢી દાયકા જેટલા સમયથી ભાજપના પ્રજા વિરુદ્ધ શાસનમાં ગરીબો અને વંચિતો સહિત સામાન્ય પ્રજાજનોની હાલત અત્યન્ત કફોડી બની છે સામાન્ય પ્રજાજનો માટે અત્યંત મુશ્કેલ બન્યું છે દિન પ્રતિદિન પેટ્રોલ -ડીઝલ સહિત દૈનિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધારાના લીધે ગુજરાતના પ્રજાજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. જેના અનુસંધાને જન ચેતના શિબિર નું આયોજન કર્યું છે જેમાં સરકાર દ્વારા તાત્કાલિક આવા ભાવ પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી. જેમાં કોંગ્રેસની રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરી વિરુદ્ધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ ગઢવી, દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, પ્રદેશમંત્રી ભરતસિંહ વાઘેલા, દિયોદર પ્રવિણસિંહ વાઘેલા, થરાદ ધારાસભ્ય, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, લાખણી પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ દેસાઈ, જબ્બરસિંહ વાઘેલા, દિયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાેરાભાઈ દેસાઈ, ઠાકરસીભાઈ મકડાલા બી.કે.જાેષી (એડવોકેટ) કરમશીભાઈ દેસાઈ વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News