બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ 20 ફરિયાદ નોંધાવી 28 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરતા ભૂમાફીયાઓમાં ફફડાટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 12:24:41
  • Views : 6138
  • Modified Date : 2021-05-23 12:24:41

     લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 હેઠળ માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબજો જમાવે તથા જેમણે ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબજો કર્યો છે તેવા વ્યક્તિઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 બનાવવવામાં આવ્યો છે. કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.

     બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા 80 આરોપીઓ વિરૂધ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 20 જેટલી ફરીયાદો નોંધાઇ છે. જેમાંથી 52 આરોપીઓની ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે. જયારે 28 જેટલાં ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન છે.જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ રૂ.17 કરોડની જમીનો ભૂમાફીયાઓના સંકજામાંથી મુક્ત કરવામાં આવી છે,બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રૂ.17 કરોડની જમીન પચાવી પાડનાર તત્વો વિરૂધ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે.


Download Our B K News Today App



Related News