કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ બનાસકાંઠા કલેકટરનો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 12:12:36
  • Views : 2636
  • Modified Date : 2020-04-23 12:12:36

અત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ની વૈશ્વિક મહામારી સામે ઝઝુમી રહ્યું છે.
નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સરકારની સુચના પ્રમાણે અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકડાઉનમાં કેન્દ્ર સરકારની અધતન ગાઇડલાઇન મુજબ તા.૨૦/૪/૨૦૨૦ પછી ગ્રામ્ય વિસ્તારમાં લઘુ અને મધ્યમ કક્ષાના ઉધોગોને શરૂ કરવા બાબતે પાલનપુર ખાતે કલેકટર  સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાની વિશેષ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા તાલુકાના ૧૨૪ એકમોને
ઉત્પાદન પુનઃ શરૂ કરવા મંજુરી આપવામાં છે. જેનાથી ૧૫૩૨ કામદારોને રોજગારી મળશે.

Download Our B K News Today App



Related News