બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં તીડ ત્રાટકવાની દહેશતથી વહીવટી તંત્ર એલર્ટ થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-06 17:14:36
  • Views : 1174
  • Modified Date : 2019-12-06 17:14:36

ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના  સરહદી વિસ્તારોમાં તીડ આક્રમણ થવાની દહેશત વર્તાવા લાગતા છેવાડાનાં ગામડાઓમાં ખેડૂતોની ઊંઘ હરામ થવા પામી છે. હાલમાં તો નડાબેટ પીલ્લરથી પાકિસ્તાનની બોર્ડરમાં તીડ જોવા મળતા તંત્ર દ્વારા તીડનાં આક્રમણને રોકવા માટે તકેદારીનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે.આમ સુઈગામ સરહદે આવેલ પાકિસ્તાનની સિમમાં પાક વિનાશક તીડ દેખાતા સરહદી વિસ્તારોના  ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જોકે વાવ-સુઈગામ પંથકમાં અગાઉ ત્રાટકેલા તીડનો તીડ નિયંત્રણની ટીમો દ્વારા સફાયો કરવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.જે બાદ ફરીથી નડાબેટ સરહદનાં પીલ્લર પાર પાકિસ્તાનની સરહદમાં તીડ દેખાતા તંત્ર હરકતમાં આવી ગયું ખેડૂતો છે અને બનાસકાંઠાનાં સરહદી વિસ્તારમાં તીડના આક્રમણને રોકવા માટે તીડ નિયંત્રણ અને ખેતીવાડી તંત્ર સાબદુ બન્યું છે.બ.કાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરહદમાં તીડ આક્રમણને રોકવા અને સાવચેતીના પગલાં ભરવા માટે તીડ નિયત્રણ અને ખેતીવાડી વિભાગની ટીમો દ્રારા સરહદી વિસ્તારોમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.સરહદી વાવ અને સુઈગામ તાલુકામાં બે માસ અગાઉ પણ તીડનું આક્રમણ થયું હતું. ત્યારે ગયાં વર્ષે ચોમાસુમાં પણ કાંઈ મળ્યું નહોતું અને ચાલું વર્ષે રવિ સીઝનમાં જ કમોસમી વરસાદથી ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.

Download Our B K News Today App



Related News