બનાસકાંઠા બક્ષીમોરચા આવ્યું ગરીબોની વ્હારે : એક હજારથી પણ વધુ સફાઇ કામદારોને રાશન કીટ અર્પણ કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 11:28:45
  • Views : 282
  • Modified Date : 2021-07-23 11:28:45

 

કોરોના મહામારી વચ્ચે સૌથી વધુ ખરાબ હાલત મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોની થઈ હતી કારણકે વેપાર-ધંધા બંધ હોવાના કારણે તેમને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા હતા ત્યારે બક્ષી મોરચાના મહામંત્રી પી.એન.માળી દ્વારા અનેકવાર આવા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની વહારે આવી લોકોની સેવા કરી હતી થોડા સમય અગાઉ આવેલા વાવાઝોડામાં સરહદી વિસ્તારોમાં અનેક ગરીબ પરિવારોના ઘર બરબાદ થઈ ગયા હતા તે લોકો જોડે તો રહેવા માટે ઘર હતું કે તો ખાવા માટે અનાજ..ત્યારે બનાસકાંઠા બક્ષીમોરચા દ્વારા આવા પરિવારોમાં રાશન કીટની વહેંચણી કરવામાં આવી હતી..લગભગ ૨૫ લાખના ખર્ચે ૫૦૦૦ જેટલી રાસન કીટ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી

ત્યારે આજે પણ બક્ષીમોરચા દ્વારા બનાસકાંઠામાં કીટ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી પણ વધુ સફાઇ કામદારોને કીટ અર્પણ કરવામાં આવી હતી.. કિટમાં પાંચ કિલો લોટ, પાંચ કિલો બટાટા, 1 કિલો તેલ, 1 કિલો દાળ, ચોખા, ખાંડ, 250 ગ્રામ ચા, મરચું, મીઠું, હળદર સહિતની ઘરવખરીની કિટ સફાઈ કામદારોને આપવામાં આવી હતી..બક્ષી મોરચાના પ્રમુખ ઉદય કાનગડજી, મહામંત્રી પી.એન.માળીની ઉપસ્થિતિમાં કીટનું વિતરણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 

કોરોના ત્યારે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ સંસ્થાઓ દ્વારા આવા પરિવારોને સમયસર જમવાનું મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે  પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા બક્ષીમોરચા દ્વારા પણ ૨૫ લાખના ખર્ચે ૫૦૦૦ જેટલી રાસન કીટ તૈયાર કરવામાં આવી હતી. ગુજરાત બક્ષી મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ અને બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચાના મહામંત્રી પી એન માળી દ્વારા એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને  ટીમ ના સહયોગથી વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે પાંચ હજારથી પણ વધુ રાસન કીટ તૈયાર કરવામાં આવી છે અને  તમામ રાશન કીટ આવતીકાલે ગુજરાતમાં અસરગ્રસ્ત પામેલા વિવિધ ગામોમાં પહોંચાડવામાં આવશે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાંથી અસરગ્રસ્ત લોકો માટે સેવા પૂરી પાડવામાં આવી રહી છે તેમાં બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચો પણ તેમની  સેવામાં શુર મીલાવી રહ્યો છે.

    ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના આજે સાત વર્ષ પૂર્ણ થતા સમગ્ર ભારતમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ ના સાત વર્ષ પૂર્ણ થતા આજે અનોખી ઉજવણી કરવામાં આવી હતી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે ડીસાના રાણપુર ગામ ખાતે આવેલ સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું  બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામ માંથી ભાજપના કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા.આજે રક્તદાન થકી  દેશના વડાપ્રધાન ના શાસનકાળના સાત વર્ષ પૂર્ણ થતા ભાજપના કાર્યકતાઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.  કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપના કાર્યકર્તાઓ સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

 

5 કિલો લોટ

5 કીલો બટાટા

1 કિલો તેલ

1 દાળ

1 ભાત

1 કિલો ખાંડ

250 ગ્રામ ચા

મરચું,મીઠું,હળદર સહિત ની કીટ

 

બનાસકાંઠા

 

બનાસકાંઠા બક્ષીમોરચા દ્વારા કીટ વિતરણ

 

એક હજારથી વધુ સફાઈ કામદારો ને અપાઈ કીટ

 

બક્ષી મોરચા ના પ્રમુખ ઉદય કાનગડજી, મહામંત્રી પી એન માળી ની ઉપસ્થિત માં કીટ વિતરણ કરાયું

 

બક્ષી મોરચાના કાર્યક્રમ માં મોટી સંખ્યામાં ભાજપ ના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા

 

પાલિકા ના તમામ સફાઈ કામદારો ને આપેલ

Download Our B K News Today App



Related News