બનાસકાંઠાઃ વરસાદને લઈ અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-17 18:01:54
  • Views : 69
  • Modified Date : 2024-07-17 18:01:54

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વરસાદ ધોધમાર વરસ્યો હતો. પાલનપુર ઉપરાંત અંબાજી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ વાહન ચાલકોને વરસાદમાં સ્થાનિકોને પરેશાની વર્તાઈ રહી છે. પાલનપુર અંબાજી હાઈવે પર પસાર થવા સમસ્યાને લઈ લોકોએ અટવાઈ રહેવું પડે છે.અંબાજી હાઈવે પરની સમસ્યાને લઈ સ્થાનિકો વર્ષોથી પરેશાન છે. હાઈવે પર પાણી ભરાવાના લઈ હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બની જતુ હોય છે. વધારે વરસાદ હોવાના દરમિયાન આ પરેશાન વધી જતી હોય છે. સ્થાનિકો દ્વારા પાલિકા સત્તાવાળાઓને પણ અનેકવાર રજૂઆતો કરવા છતા કોઈ ઉકેલ તેનો આવતો નથી.

Download Our B K News Today App



Related News