કોરોનાના નવા વેરીએન્ટ ઑમીક્રોનની દહેશત વચ્ચે બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ : સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-16 13:14:50
  • Views : 235
  • Modified Date : 2021-12-16 13:14:50

કોરોનાના નવા વેરીએન્ટ ઑમીક્રોનની દહેશત વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર  દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ત્રણ હજારથી વધુ બેડની વ્યવસ્થા જ્યારે 16 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી ઑમીક્રોનનું સંક્રમણ વધુ ફેલાય તો તેને પહોંચી વળવા તંત્ર તૈયાર છે.

 

દેશ અને રાજ્યમાં ઑમીક્રોન વાયરસ ફેલાઈ રહ્યો છે. ગુજરાતમાં ઑમીક્રોન વાયરસના કેસ સામે આવતા તંત્ર કામે લાગ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં હજુ ઑમીક્રોન વાયરસનો હજુ એકપણ કેસ સામે આવ્યો નથી. પરંતુ જો ઑમીક્રોન વાયરસ વધુ સંક્રમણ ફેલાવે તો વધુ મુશ્કેલી પડે તે માટે તંત્રે તૈયારીઓ શરૂ કરી છે. કોરોનાના નવા વેરીએન્ટ ઑમીક્રોન ની દહેશત વચ્ચે જિલ્લામાં ત્રણ હજારથી વધુ બેડની વ્યવસ્થા જ્યારે 16 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી ઑમીક્રોનનું સંક્રમણ વધુ ફેલાય તો તેને પહોંચી વળવા તંત્ર તૈયાર છે..

બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુરમાં ઑમીક્રોન વાયરસના કેસ માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 42 જેટલા બેડ ઓક્સિજન કનેક્શન સાથે તૈયાર કરવામાં આવ્યા છે. ડોક્ટરની ટીમ તેમજ મેડીકલ સ્ટાફ પણ વોર્ડમાં માટે ગોઠવી દેવામાં આવ્યો છે. બનાસ મેડીકલ કોલેજમાં ઑમીક્રોન માટે ટેસ્ટિંગ પણ શરૂ કર્યા છે. અગાઉ કોરોના કાળમાં પણ બનાસ મેડીકલ કોલેજ જીલ્લાના અનેક દર્દીઓના સારવારનું કેન્દ્ર બની હતી ત્યારે ઑમીક્રોન ની દહેશત વચ્ચે ફરી એકવાર બનાસ મેડીકલ કોલેજની ટીમ કામે લાગી છે.

ફરી એકવાર માનવજાત પર કોરોના વાયરસના ઑમીક્રોન વેરીએન્ટની દહેશત વર્તાઈ રહી છે. ત્યારે જો ઑમીક્રોનનું સંક્રમણ ફેલાય તો તંત્રના તૈયારીઓના દાવા કેટલા સફળ થાય છે તે જોવું રહ્યું.

 

 

Download Our B K News Today App



Related News