બનાસકાંઠાના આદિવાસી સમાજે સરકાર સામે વિરોધ જતાવ્યો

  • Published By :
  • Published Date : 2020-02-07 14:03:12
  • Views : 458
  • Modified Date : 2020-02-07 14:03:12

બનાસકાંઠાના આદિવાસી સમાજ દ્વારા ગુરૂવારે પાલનપુરમાં વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા અન્ય જાતિના લોકોને આપેલો અનુસૂચિત જાતિનો દરજ્જો રદ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લાના અંબાજી, દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી સમાજના લોકો પોતાને થયેલા અન્યાય સામે રજૂઆત કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિશાળ રેલી યોજી હતી. રેલીમાં જય આદિવાસી જય જોહાર... દેખો દેખો કોન આયા જંગલ કા શેર આયા જેવા લખાણો વાળા બેનરો પ્રદર્શિત કરાયા હતા અને ભારે સુત્રોચ્ચાર કરવામાં આવતાં ક્ષણિક ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે તેમણે જિલ્લા કલેકટર સંદીપ સાંગલેને આવેદન આપી રજૂઆત કરી હતી. આવેદનપત્ર આપતી વખતે દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સહિત મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News