બનાસકાંઠા : ડીસા રાજપુર વ્હોરા પાસે એક શખ્સની હત્યા કરાતાં ચકચાર મચી જવા પામી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-02 17:50:12
  • Views : 254
  • Modified Date : 2024-08-02 17:50:12

ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળતી જાય છે અને ચોરી લુંટ મારામારી અને ‌ હત્યા જેવી ઘટનાઓમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે જેનું કારણ કે ડીસા શહેરમાં વેચાણ થતું નશીલા પદાર્થો દારૂ ચરસ ગાંજા જેવી ચીજવસ્તુઓનું સેવન કરી લોકો ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે સાથે ડીસા શહેરમાં અસમાજીક તત્ત્વોનો ત્રાસ પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે જેને લઇને નાની મોટી વાતોમાં પણ મારામારીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે  પોલીસ દ્વારા વ્યસન મુક્તિ સહિત નશીલા પદાર્થોનું વેચાણ કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે છતાં પણ નશીલા પદાર્થોનું વેચાણ કરતાં લોકો પોલીસને આંખમાં ધૂળ નાખીને ખાનગી રાહે વેચાણ કરી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડયું છે ત્યારે આજે ડીસા રાજપુર વ્હોરા વિસ્તારમાં મોડીસાંજે એક શખ્સની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી લાશ મળી આવવાની ઘટનાની જાણ થતાં  દક્ષિણ પોલીસ સ્ટેશનના પી આઈ કે બી દેસાઈ સહિત પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે રાજપુર વ્હોરા વિસ્તારમાં લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતાં પોલીસે લાશની ઓળખ કરી હતી અને મરનાર શખ્સ લોઢા વાસનો સુરેશભાઈ બાબુલાલ લોઢા હોવાનું જાણવા મળ્યું હતું જ્યાંરે હત્યાની ઘટનાને અંજામ આપનાર સતીશ ભોગીલાલ લોઢાને દક્ષિણ પોલીસે ગણતરીના મિનિટોમાં શોધી કાઢી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો જ્યારે મરણજનાર સુરેશભાઈ બાબુલાલ લોઢાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News