બનાસડેરી દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ હવે બનાસનું મધ વિશ્વના બજારોમાં વેચાણ થશે : વિશ્વ બજારમાં મધની માંગ વધતા ખેડૂતોને ફાયદો થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-29 12:06:30
  • Views : 395
  • Modified Date : 2021-09-29 12:06:30

 

બનાસકાંઠા જિલ્લાના આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે પરંતુ હવે તેમનામાં રહેલી સૂઝબૂઝના કારણે હવે બનાસકાંઠા જિલ્લો દિવસેને દિવસે પ્રગતિ ના પંથે આગળ વધી રહ્યો છે ખાસ કરીને મોટા ભાગના ખેડૂતો વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. પરંતુ હવે ધીમે ધીમે જિલ્લાના ખેડૂતો ખેતીની સાથે સાથે ખેતીમાંથી અનેક વેચાણ સાથે જોડાઈ અને લાખો કરોડોની કમાણી કરી રહ્યા છે વર્ષોથી જિલ્લાના ખેડૂતો માત્ર ખેતી આધારિત હતા પરંતુ જેમ-જેમ ટેકનોલોજી નું પ્રમાણ વધી રહી છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ટેકનોલોજીથી ખેતીની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે પણ કમાણી કરતા નજરે પડી રહ્યા છે.

આમ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે પરંતુ જ્યારથી બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન બનાસ ડેરી ની સ્થાપના કરવામાં આવી છે ત્યાંથી જિલ્લાના ખેડૂતો પશુપાલનની સાથોસાથ અન્ય વ્યવસાય સાથે જોડાઈ વર્ષે લાખો કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં હાલ શ્વેત ક્રાંતિ તરફ ખેડૂતો ખેતીની સાથે જઈ રહ્યા છે જિલ્લામાં હાલ મોટાભાગના ખેડૂતો પોતાની ખેતીની સાથોસાથ મધમાખી ઉછેર તરફ વળી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને મધમાખી વ્યવસાય તરફ જવા માટે આહવાન કરતા આજે જિલ્લાના મોટાભાગના ખેડૂતો ખેતીની સાથોસાથ મધમાખી વ્યવસાય સાથે જોડાયેલા છે બનાસડેરી દ્વારા પણ જે પણ ખેડૂત ખેતીની સાથોસાથ મધમાખી વ્યવસાય સાથે જોડાય છે તેમને મધમાખી બોક્સ અને સબસીડી આપવામાં આવે છે ઉપરાંત બનાસડેરી દ્વારા મધમાખી ઉછેર કરવા માટે ડેરીમાં એક મહિના સુધી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે આમ બનાસ ડેરીના સહયોગથી આજે જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો મધમાખી ઉછેર કેન્દ્ર તરફ વળ્યા છે અને જેમાંથી વર્ષે લાખો રૂપિયાની કમાણી ખેડૂતો કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ હવે સ્વીટક્રાંતિ થઈ રહી છે. લોકો ખેતી અને પશુપાલન સાથે મધમાખી ઉછેર પણ કરી રહ્યા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં મધ નું વિપુલ માત્રામાં ઉત્પાદન થઈ રહ્યું છે. અગાઉ બનાસ ડેરી બનાસ પ્રોડક્ટ હેઠળ મધ નું વેચાણ કરતા હતા. પરંતુ હવે બનાસ નું મધ અમૂલ બ્રાન્ડ હેઠળ વિશ્વના બજારમાં વેચાણ થશે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 5000 મધ પેટી દ્વારા મધ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેના પ્રોસેસિંગ માટે બનાસ ડેરી દ્વારા પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પુરુષોત્તમ રૂપાલા દ્વારા આજે અમૂલ બ્રાન્ડના મધ નું લોન્ચિંગ થયું. જે બનાસ ડેરી અને બનાસકાંઠા માટે ગૌરવની વાત છે.

 

Download Our B K News Today App



Related News