બનાસબેંક સિની. ઇન્સ્પેક્ટરને વિદાયમાન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 12:21:20
  • Views : 574
  • Modified Date : 2019-06-02 12:21:20

બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમા સિની. ઇન્સ્પેક્ટર વડગામ તરીકે  ફરજ બજાવતા જલોત્રાના રહીશ રામજીભાઇ બી.ભટોળ તા ૩૧-૦૫-૨૦૧૯ના રોજ સેવા નિવૃત થતા વડગામ ખાતે બનાસબેંક વડગામ પરિવાર દ્વારા શ્રીફળ, શાલ, માતાજીની મૂર્તિ તથા સોનાની વિંટી  અર્પણ કરવામાં આવી તથા સેવામંડળી મંત્રીઓ દ્વારા સોનાની ચેઇન તથા સ્નેહીજનો દ્વારા મોમેન્ટો અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દલસંગભાઇ જે. પટેલ (પૂર્વ ચેરમેન બનાસબેંક), કેશરભાઇ વાયડા (ડિરેક્ટર બનાસબેંક), સરદારભાઇ આર. પટેલ (ચેરમેન તાલુકા સંઘ વડગામ), કાળૂભાઇ રાતડા (ડિરેક્ટર ઇફકો), ફલજીભાઇ પટેલ (ડિરેક્ટર બનાસડેરી), દિનેશભાઇ ભટોળ (ડિરેક્ટર બનાસડેરી), મોગજીભાઇ પટેલ (વાઇસ ચેરમેન છાપી નાગરિક બેંક), એમ.આર.ભટોળ (એ.જી.એમ. લોન બનાસબેંક), વી.એલ.પટેલ (રીકવરી મેનેજર બનાસબેંક), નિવૃત કર્મચારીઓ બનાસબેંક, તાલુકાસંઘ કર્મચારીઓ, ગંજબજાર વેપારીઓ, સેવા મંડળી મંત્રીઓ, બનાસબેંક કર્મચારીઓ તથા સ્નેહીજનો, કુટુંબીજનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ સંચાલન એમ.જી.ભટોળ,  એમ.એમ.પટેલ,  ડી.એમ.પટેલ, ડી.એફ. પટેલ દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા વડગામ તાલુકાના બનાસબેંક કર્મચારીઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી.



Download Our B K News Today App



Related News