બનાસબેંક ચેરમેન પદની ચૂંટણી યોજાઇ : સવસીભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-25 11:14:14
  • Views : 301
  • Modified Date : 2022-05-25 11:14:14

 

ધી બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. પાલનપુર ની ખાલી પડેલી ચેરમેન પદ ની ચૂંટણી મંગળવારે પાલનપુર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારી સુશીલ પી. પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં બનાસ બેંક ના ચેરમેન પદ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દાંતીવાડા બેઠક પરથી બનાસ બેંક ના ડીરેકટર તરીકે ચૂંટાયેલા અને યુવા સહકારી અગ્રણી સવસીભાઈ સતાભાઈ ચૌધરી ના નામનો મેન્ડેટ રજૂ કર્યો હતો. ચૂંટણી પક્રિયા દરમિયાન ચેરમેન પદ માટે સવસીભાઈ ચૌધરી નું એકમાત્ર ફોર્મ રજુ કરવામાં આવ્યું હતું. જો કે, ચેરમેન પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ રજુ થતાં ચૂંટણી અધિકારી સુશીલ પી. પરમાર બનાસ બેંક ના ચેરમેન તરીકે સવસીભાઈ ચૌધરી ને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, બનાસ ડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંક ના પૂર્વ ચેરમેન અણદાભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, માવજીભાઈ પટેલ સહિત જીલ્લા ભરના સહકારી, રાજકીય આગેવાનો સહિત ભાજપના હોદેદારો, કાર્યકરો અને સહકારી મંડળીઓના ચેરમેન-મંત્રી સહિત શુભેચ્છકો હાજર રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા જેવા સામાન્ય કાર્યકરને બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બનાસ બેંક ના ચેરમેન પદની જવાબદારી સોંપી છે. જેથી ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ ને હું ટકાવી રાખીશ તેમજ બનાસ બેંક તેમજ ખેડૂતોના હિતમાં સંચાલક મંડળને સાથે રાખી વિકાસ યાત્રા ને આગળ ધપાવીશુ તેમ બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન સવસીભાઈ ચૌધરી જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News