જિલ્લાની જીવાદોરી એવી લોકમાતા સમાન બનાસનદી નવા નીર થી જીવંત થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-14 11:27:47
  • Views : 5149
  • Modified Date : 2022-07-14 11:27:47


બનાસનદી માં નવા નીર આવ્યા


રાજસ્થાન ના ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે માવલ- અમીરગઢ પાસે બનાસનદી નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી

નદી માં નવા નીર આવતા પાણી ના તળ ઊંચા આવવાની આશા બંધાઈ

બનાસનદી માં નવા નીર આવતા લોકો માં ખુશી નો માહોલ


રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવ્યા છે માલવ અમીરગઢ પાસે બનાસ નદીના નીર આવતા સ્થાનિકો સહીત ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જોકે બનાસકાંઠામાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કે હજુ હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લા વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે

 

બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે બનાસ નદીમાં હાલ ધીમે ધીમે નદીના નીરમાં આવી રહ્યા છે જોકે માલવ અમીરગઢ પાસે બનાસ નદીમાં નીર આવતા આ વિસ્તારના પાણીના તળ ઊંચા આવવાની ખેડૂતોને આશા બંધાઈ છે બનાસકાંઠા જિલ્લામાં પણ હજુ એવરેજ 29.4 ટકા વરસાદ નોંધાયો છે જિલ્લા તળાવો ડેમો ખાલી પડ્યા છે જો સારો વરસાદ થાય તો તળાવો ડેમો છલો છલ ભરાય જેથી કરીને જિલ્લા ખેડૂતો આવનારી સીનાજ ની ખેતી કરી શકે જોકે અત્યારે જિલ્લા મા સારા વરસાદ ના પગલે હાલ તો મોટાભાગ ના ખેડૂતો વાવણી કરી રહ્યા છે સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે

Download Our B K News Today App



Related News