ઉંબરી બનાસનદીમાંથી બિનવારસી પુરુષની લાશ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:51:55
  • Views : 424
  • Modified Date : 2019-06-13 11:51:55

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીને અડીને આવેલ ઉંબરી ગામ નજીકથી પસાર થતી બનાસનદીમાં નદીના પટમાં બ્રિજની નીચે ગત તારીખ ૧૧/૬/૨૦૧૯  ના રોજ સાંજના સુમારે એક આશરે ૩૫ વર્ષના પુરુષની લાશ બ્રિજના થાંભલાને અડીને પડી હતી. જે લાશ દુર્ગંધ મારતી હતી. બનાવની જાણ આજુબાજુમાં રહેતા લોકોને થતા ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. અને શિહોરી પોલીસને આ બાબતે જાણ કરાઈ હતી. ઘટના સ્થળ પર શિહોરી પોલીસ સ્ટાફ  દોડી આવી મૂર્તકની લાશને પ્રાઇવેટ વાહન મારફતે શિહોરી રેફરલ ખાતે લવાયો હતો. મૃતક વ્યક્તિએ કાળા કલરનું ટી-શર્ટ અને આછા વાદળી કલરનું પેન્ટ પહેરલ હતું. તેમજ લાશ બે ત્રણ દિવસથી પડેલ હોઈ દુર્ગંધ મારતી હતી. તેમજ લાશ ઓળખાતી ના હોવાથી પોલીસે ઓળખવીધી માટે તપાસ હાથ ધરી હતી. જયારે મૂર્તકની લાશનું પી.એમ.શિહોરી રેફરલ ખાતે કરાયું હતું.


Download Our B K News Today App



Related News